ઓડિશાના કાલાહાંડી જિલ્લાના કંદુલગુડા ગામના રહેવાસી રક્ષા ભોઈ પોતે આમ તો એક સરકારી શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે, અને તેમને વિવિધ જાતના છોડ-વૃક્ષો વાવવાનો એક અનોખો શોખ છે. તેમના બગીચામાં કેટલીયે જાતના ફુલ, ફળ અને ઔષધીઓ ઉગાડી છે. પરંતુ તેમના બગીચામાં સૌથી મોંઘી સપંત્તિ તરીકે એક કેરીનું ઝાડ છે. જે જાપાનની વિશ્વ પ્રસિદ્ધ મિયાજાકી કિસ્મ જેવી કેરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મિયાજાકી કેરીની ખૂબ જ માંગ રહેલી છે અને તેની કિંમત અઢી લાખ રુપિયા કિલોથી લઈને ત્રણ લાખ રુપિયા કિલોના ભાવથી વેચાય છે.

એક કિલોના ભાવ આશરે બે લાખથી ત્રણ લાખ રુપિયા છે

એક- બે વર્ષથી આ કેરીની ડિમાન્ડ ઘણી વધી છે તેના કારણે તેની કિંમત પણ વધી રહી છે. એક કિલોના ભાવ આશરે બે લાખથી ત્રણ લાખ રુપિયા છે. એટલે રક્ષા ભોઈએ વિચાર્યુ કે કોઈ પણ રીતે સરકારને આ વિશે વાત કરીને તેને બજાર સુધી પહોચાડીશ.

પરિવાર બગીચાની દેખરેખ કરવામાં મદદ કરે છે

રક્ષાનો પરિવાર તેમના આ બગીચાની દેખરેખ કરવામાં મદદ કરે છે. આખો પરિવાર ઝાડ પર કેરીનું ફળ જોઈને આનંદ માણે છે. રક્ષાનું માનવું છે કે વધારેમાં વધારે લોકો આ કેરીના ઝાડને ઉગાડવું જોઈએ.

બાળકોને સ્કુલમાં મોકલ્યા પછી રોજ છોડને પાણી આપવામાં મદદ કરુ છું: રક્ષા ભોઈની પત્નિ

રક્ષા ભોઈની પત્નિ આ વિશે વાત કરતા કહે છે કે, બાળકોને સ્કુલમાં મોકલ્યા પછી રોજ છોડને પાણી આપવામાં મદદ કરુ છું. અને હું ઓડીશાના લોકોને અપીલ કરુ છું કે, દરેક લોકોએ વૃક્ષ ઉગાડે.

ચતુર ભૂજા ભોઈ, રક્ષાના મોટાભાઈ

રક્ષા ભોઈના મોટા ભાઈનું કહેવું છે કે, આખો પરિવાર આ કેરીનું ઝાડ ઉગાડવામાં લાગેલો છે, હું છોડની દેખરેખ રાખવામાં મદદ કરુ છું. અને આ કમાણીનો પણ એક નવો રસ્તો બની રહેશે. મિયાજાકી કેરીની ગ્લોબલ માર્કેટમાં માંગ ઘણી વધી છે, તેની ખેતી જાપાનના ક્યોટો વિસ્તારમાં કરવામાં આવે છે, અને આ કેરીનો આકાર ઈંડા જેવો હોય છે અને તેનો કલર લાલ હોય છે.

ટાંકા ધરા કાલો, સહાયક નિર્દેશક, ઉદ્યાન

કેરીનો જે કલર છે તેની સાથે આ કેરી જાપાનની વેરાઈટી છે, આ કેરી મિયાજાકી કેરી જેવી જ છે, અને તેમા વિટામિન સી, વિટામીન એ અને નાઈટ્રિક ફાઈબર જેવા ન્યુટ્રિશન રહેલા છે. આ જ કારણથી આ કેરી આટલી મોંઘી વેચાય છે. 

આ સાથે રક્ષા ભોઈને આશા છે કે વધારેમાં વધારે લોકો આ કેરીની ખેતી કરે, અને તેને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેચે. 

By admin