ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ વરસાદ હવે મધ્ય ગુજરાત તરફ ફંટાયો છે. અને ખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નડિયાદમાં ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન થઇ ગયુ છે. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નડિયાદના ચારેય અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. શ્રેયસ, ખોડિયાર, વૈશાલી, માઈમંદિર અંડરપાસ બંધ થવાથી શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.

નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટરે પહોંચી

તો આ તરફ ગુજરાતમાં સારો વરસાદ વરસવાથી નદી-નાળા છલકાઇ ગયા છે. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે હવે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી માત્ર 10 મીટર જ દૂર છે. પાણીની આવક 1 લાખ 10 હજાર 350 ક્યુસેક પહોંચી છે. 24 કલાકમાં જળ સપાટી 65 સેન્ટિમીટર વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *