ફતેગંજ વિસ્તારમાં ગત મોડીરાતે ચડ્ડી બનિયનધારી ટોળકી ત્રાટકી હતી. તેના સીસીટીવી ફૂટેજ પોલીસને આપતા પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

શનિવારે રાતે અઢી વાગ્યાના અરસામાં ફતેંગજ ગોદરેજ હોલની બાજુમાં સેજલ સોસાયટીના એક મકાનમાં ચડ્ડી બનિયનધારી ટોળકી ત્રાટકી હતી. ટોળકી લોખંડના સળિયા કાપી ઘરમાં ઘુસી બે બેગ લઇ  ગઇ હતી.જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.  ચડ્ડી બનિયન ધારી ટોળકીના સીસીટીવી ફૂટેજ પોલીસને આપવામાં આવ્યા હતા.જેના આધારે પોલીસે ટોળકીને ઝડપી પાડવા માટેના  પ્રયાસો હાથ ધર્યા છે.ચડ્ડી બનિયનધારી ટોળકીના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *