વડોદરા મકરપુરા અને બાવામાંનપુરા વિસ્તારના બે વ્યક્તિને ચેક રિટર્ન થયા ના કિસ્સામાં બે વર્ષની સજા વડોદરા કોર્ટે ફટકારી છે તેમજ ૩૦ દિવસમાં ફરિયાદીને તેઓના નાણા પરત કરી દેવા પણ હુકમ કર્યો છે.

તરસાલી દામોદર નગર માં રહેતા અને ટ્રાવેલ્સ નો વ્યવસાય કરનાર રાજેશ કૃષ્ણાલાલ ચતુર્વેદી ના ઓળખીતા મકરપુરા વલ્લભ સોસાયટીમાં રહેતા તારીફ તકદીર શેખે તેમની પાસે નાણાકીય સહાયની માંગણી કરી હતી જે આધારે રાજેશભાઈ ચતુર્વેદી એ તારીફ શેખને રૂપિયા દોઢ લાખનો ચેક આપ્યો હતો પરંતુ લાંબો સમય વીતી જતા વારંવાર ઉઘરાણી કરવા છતાં તારીફ ભાઈએ નાણા પરત નહીં આપતા આખરે કંટાળીને રાજેશભાઈએ વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જેનો ચુકાદો તાજેતરમાં આવ્યો છે જેમાં મકરપુરા વલ્લભ સોસાયટીમાં રહેતા તારીફ તકદીર શેખને બે વર્ષની સાદી સજા અને 30 દિવસમાં રાજેશભાઈ ને નાણાં ચૂકવી દેવા હુકમ કર્યો છે.

એ જ પ્રમાણે તાંદળજા મુક્તિનગર માં રહેતા આરીફહુસેનભાઇ મલેક તેઓએ તેમના મિત્ર બાવામાં પૂરામાં રહેતા અને વુડન સ્ક્રેપ ટ્રેડર્સ ના નામથી વ્યવસાય કરતા તોસીફ રફીક શેખ ને મદદ માટે રૂપિયા બે લાખની સહાય કરી હતી જેમાંથી લાંબા સમય બાદ રૂપિયા 50,000 તોસીફ ભાઈએ આરીફ ભાઈને પરત આપ્યા હતા પરંતુ દોઢ લાખની રકમ લાંબા સમય સુધી પરત નહીં કરતા આખરે કંટાળીને આરીફ ભાઈએ વડોદરા ની કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જે અંગેનો કેસ ચાલી જતા આરોપી વુડન સ્ક્રેપ ટ્રેડર્સ ના સંચાલક તોસીફ રફીક શેખ ને બે વર્ષની સજા અને બાકી રૂપિયા દોઢ લાખ ફરિયાદી આરીફ ભાઈને ૩૦ દિવસમાં પરત કરવા હુકમ જારી કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *