સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને પત્ની ઉપાસનાએ પુત્રીનું નામ કર્યું રિવીલ

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કોનિડેલાએ પોતાની દીકરીનું નામ રિવીલ કર્યું છે અને નામકરણ સેરેમનીના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કપલે પોતાની દીકરીનું નામ કલિન કારા કોનિડેલા રાખ્યુ છે.

રામચરણની પત્ની ઉપાસનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીના નામકરણ સેરેમનીના ફોટો અને વીડિયો શેર કર્યા છે. ફોટોમાં માત્ર એક્ટર અને તેની પત્નીની ફેમિલી નજર આવી રહી છે.

ફોટોમાં જોઈ શકાય છે કે બધા ખૂબ જ સિમ્પલ લુકમાં છે. બધાએ સફેદ અને ગોલ્ડન કલરના ટ્રેડિશનલ આઉટફિટ કેરી કર્યા છે. રામ ચરણ સફેદ ધોતી કુર્તા પાયજામામાં નજર આવી રહ્યા છે. જ્યારે ઉપાસનાએ પણ ગોલ્ડ બોર્ડરવાળી સફેદ સાડી પહેરી છે.

સાઉથ સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસના કોનિડેલાએ 20 જૂને હૈદરાબાદમાં પુત્રીને જન્મ આપ્યો હતો. લગ્નના લગભગ 11 વર્ષ બાદ બંનેના ઘરે આ ખુશી આવી છે. રામ ચરણ અને ઉપાસનાનું આ પહેલું બાળક છે.