ફ્લોપ ફિલ્મો બાદ અક્ષય કુમારે ‘હાઉસફુલ 5’ નું કર્યું એલાન

નિર્માતા સાજિદ નડિયાદવાલા હાઉસફુલ ફ્રેન્ચાઈઝીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યા છે. હાઉસફુલ પોતાના આગામી ભાગ માટે તૈયાર છે, જેનાથી આ ભારતીય સિનેમામાં 5 ભાગ ધરાવતી પહેલી ફ્રેન્ચાઈઝી ફિલ્મ બની જશે. આ વાતની જાણકારી અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે અને આ સાથે હાઉસફુલ 5 ની રિલીઝ ડેટનું પણ એલાન કરી દીધુ છે. આ રીતે લાંબા સમયથી હાઉસફુલ 5ની રાહ જોઈ રહેલા ચાહકો વચ્ચે ઉત્સાહ પેદા થઈ જશે. 

હાઉસફુલ 5 ને તરુણ મનસુખાની ડાયરેક્ટ કરશે, હાઉસફુલ 5 મોજ-મસ્તી, મનોરંજન અને કોમેડીની એક રોલર-કોસ્ટર રાઈડની સાથે 2024માં દિવાળી પર રિલીઝ થવા માટે તૈયાર છે. અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની સાથે આમાં ઘણા સ્ટાર કલાકાર પણ સામેલ થશે. જેની જાણકારી આગામી સમયમાં જાહેર થશે. 

રસપ્રદ એ છે કે હાઉસફુલ ફ્રેંચાઈઝી અક્ષય કુમારની હિટ ફ્રેન્ચાઈઝીમાંની એક છે. આ સિરીઝની તમામ કોમેડી ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે પરંતુ જેવુ જ અક્ષય કુમારે આ જાણકારી ચાહકોને આપી તો તેમણે તેમની હેરા ફેરી સિરીઝની ત્રીજી ફિલ્મ વિશે પૂછવાનું શરૂ કરી દીધુ.