સિંગદાણા:સ્ટોકિસ્ટો પણ વેચવા આવ્યાના નિર્દેશો

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે   હોલીડે મુડ જેવી સ્થિતી  જોવા મળી હતી.  નવી માગ  ધીમી હતી. આયાતી પામતેલમાં ૧૦ કિલોદીઠ રૂ.૮૫૦ના મથાળે  ડાયરેકટ ડિલીવરીમાં ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા. હવાલા રિસેલમાં  રૂ.૮૪૮ના મથાળે છૂટાછવાયા  કામકાજ થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. 

વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે  પામતેલના બજારો બંધ રહ્યા હતા.અમેરિકાના  કૃષી  બજારોમાં  ઓવરનાઈટ ટ્રેડમાં  સોયાતેલના ભાવ ૯૩થી ૧૪૪ પોઈન્ટ   તૂટયા  પછી આજે  પ્રોજેકશનમાં   ભાવ  ૧૫થી ૨૦ પોઈન્ટ  પ્લસમાં  રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવ ઘટયા  પછી ફરી વધી આવ્યાના નિર્દેશો હતા અને તેની અસર પણ વૈશ્વિક  ખાદ્યતેલોની  બજાર પર જોવા મળી હતી.

દરમિયાન,  ઘરઆંગણે  આજે સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડના  ભાવ  રૂ.૯૦૦ વાળા  રૂ.૮૮૦ બોલાતા થયા હતાસ જ્યારે સ સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ ધીમા ઘટાડા વચ્ચે રૂ.૧૬૫૦થી ૧૬૭૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૬૫૦થી ૨૬૬૦ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, સિંગદાણા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ  તાજેતરમાં  બજારમાં ેક તરફ તહેવારોની માગ નિકળી  હતી ત્યારે  બીજી તરફ સ્ટોકિસ્ટોની  વેચવાલી પણ જોવા મળી હતી.  આના પગલે બજાર ભાવ સાંકડી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળ્યા હતા.

મુંબઈ હાજર બડારમાં આજે  ૧૦ કિલોના  ભાવ સિંગતેલના  રૂ.૧૬૯૦થી ૧૭૦૦ બોલાઈ રહ્યા હતા.  જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૯૬૫થી  ૯૭૦ રહ્યા હાત  મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૮૪૮થી ૮૫૦  રહ્યા હતા.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૩૦ બોલાઈ રહ્યા હતા જ્યારે   રિફાીન્ડના ભાવ રૂ.૯૫૫ વાળા રૂ.૯૫૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૮૫૦ તથા રિફાઈન્ડના  રૂ.૯૫૦ના મથાળે શાંત  રહ્યા હતા.  મસ્ટર્ડના  સરસવના ભાવ રૂ.૧૦૨૦ તથા રિફાઈન્ડના  ભાવ રૂ.૧૦૫૦ રહ્યા હતા.

મુંબઈ દિવેલના હાજર ભાવ  આજે ૧૦ કિલોના રૂ.૧૦ વધ્યા હતા.  દિવેલના ભાવ જાતવાર રૂ.૧૧૮૫થી  ૧૨૦૫ બોલાઈ રહ્યા હતા જ્યારે  હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૫૭૭૫ વાળા રૂ.૫૮૨૫ રહ્યા હતા.  મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના  રૂ.૪૦થી ૫૦ વધ્યા હતા.  જ્યારે સોયાતેલના ભાવ ટનના રૂ.૮૦૦ નીચા બોલાતા  થયા હતા.