ક્રેડિટ કાર્ડ્સ પર ટીસીએસ લાગુ કરવાને લઈને અસમંજસ વચ્ચે નાણાં મંત્રાલય દ્વારા નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. વિદેશમાં ક્રેેડિટ કાર્ડના ખર્ચ પર ૧ જુલાઈથી લાગુ થતા નિયમો હવે ૧ ઓક્ટોબરથી લાગુ થશે.
સરકારે ૧૬ મે, ૨૦૨૩ના રોજ એક ઈ-ગેઝેટ નોટિફિકેશન દ્વારા, એલઆરએસ હેઠળ વિદેશી હૂંડિયામણ ઉપાડવાના અન્ય માધ્યમોની તુલનામાં ક્રેેડિટ કાર્ડ માટે વિભેદક સારવાર દૂર કરવાના હેતુથી, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન) નિયમોને સૂચિત કર્યા હતા.
સરકારે સુધારેલા ટીસીએસ દરોને લાગુ કરવા અને ક્રેડિટ કાર્ડની ચૂકવણીને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ માં સામેલ કરવા માટે વધુ સમય આપ્યો છે. જ્યારે, એલઆરએસ હેઠળના તમામ હેતુઓ માટે અને વિદેશ પ્રવાસને લગતા ટુર પેકેજો માટે, ચૂકવણીની પદ્ધતિને ધ્યાનમાં લીધા વિના, પ્રતિ વ્યક્તિ વાર્ષિક રૂ. ૭ લાખ સુધીની રકમ માટે ટીસીએસના દરમાં કોઈ ફેરફાર થશે નહીં.
આ વર્ષે બજેટમાં એલઆરએસ હેઠળ પેમેન્ટ અને વિદેશ યાત્રા સંબંધિત પ્રોગ્રામ પેકેજ પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ)ની સિસ્ટમમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી. આ ફેરફારો ૧ જુલાઈ ૨૦૨૩ થી લાગુ થવાના હતા. જોકે હવે તેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.