પોરબંદર ચોપાટી ખાતે જાહેર શોચાલ્ય પાસે પીવાના પાણી માટે લગાડવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન કર્યા બાદ તુરંતથી જ બંધ હાલતમાં છે અને તેમનું કોઇપણ જાતનું યોગ્ય મેન્ટેનન્સ ઘણા સમય થયા કરવામાં આવતું નથી જેના હિસાબે લાખો રુપિયાના પ્રજાના ટેક્ષના રૂપિયા તદન વેડફાઈ રહ્યા છે અને જનતા તેમજ સરકારને લાખો રૂપિયાનું નુકસાન પણ થઇ રહ્યું છે.
પીવાના પાણી માટે પોરબંદરની જનતાને રૂપિયા ખર્ચીને પાણીની બોટલો ચોપાટીએથી ખરીદવી પડી રહી છે, જયારે પોરબંદરની જનતાના રૂપિયાથી લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે આર.ઓ ફિલ્ટર પ્લાન બનાવવામાં આવેલ છે પરંતુ તે જર્જરિત હાલત અને ભ્રષ્ટાચારનો ભોગ બનીને બંધ હાલતમાં છે, જે પોરબંદરની જનતા માટે અત્યંત દુખની વાત છે.
હજારો પ્રવાસીઓ તેમજ પોરબંદરની જનતા પોરબંદર ચોપાટીની દરરોજ મુલાકાત લ્યે છે, પરંતુ ચોપાટી ખાતે પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા જ નથી અને છે એ બંધ હાલતમાં છે, જે પોરબંદર નગર પાલિકા દ્વારા જાહેર જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તે પણ ઓપનીંગ કર્યા બાદ બંધ હાલતમાં છે. આથી તાત્કાલિત ધોરણે યોગ્ય કાર્યવાહી કરી ચોપાટી ખાતે આર.ઓ ફિલ્ટર પ્લાન ચાલુ કરવા પોરબંદર આમ આદમી પાર્ટીએ માંગ કરી છે.
પોરબંદર જીલ્લા સેવાસદન ૨ ખાતે સરકારી કચેરીઓમાં જનતાના ટેક્ષના પૈસાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાની માંગ પોરબંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉઠાવી છે, આ કચેરીમાં સરકારશ્રી દ્વારા ૫ મોટા પાણીપીવા માટેના ફિલ્ટર આરઓ સીસ્ટમ લગાડેલ હોવા છતાં તે બંધ હાલતમાં હોવાથી કર્મચારીઓ માટે પીવાના પાણીના કેરબા મંગાવવામાં આવે છે આમ મેઈન્ટેનન્સના અભાવે બહારથી પાણી મંગાવીને જનતાના લાખો રૂપિયા વેડફાતા હોવાનું આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે. વધુ વાંચો….
પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્રારા ગ્રામ્ય મામલતદાર કચેરીએ બંધારણ દિવસની ઉજવણી, ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણમાં પુરુષ અને મહિલા સમાન અધિકાર ધરાવે છે તેમ છતાં આયોજકો દ્વારા મહિલાઓને બીજી હરોળમાં રાખીને ગ્રામ્ય મામલતદારની ઉપસ્થિતિ શા માટે જરૂરી હતી એ પુરવાર કર્યું હતું, વધુ વાંચો…