કરણ જોહરે શ્રેયા ઘોષાલને ક્રેડિટ ન આપતાં ચાહકો નારાજ

કરણ જોહરે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નાં ગીતમાં સિંગર શ્રેયા ઘોષાલે ક્રેડિટ નહીં આપતાં શ્રેયાના ચાહકો ભારે નારાજ થયા છે. 

કરણે ફિલ્મનું ગીત રીલીઝ કર્યું તેમાં સંગીતકાર પ્રિતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય તથા ગાયક અરિજિતનો ઉલ્લેખ કર્યો છે પરંતુ માત્ર શ્રેયાની જ બાદબાકી કરી છે. કરણની આ હરકતથી શ્રેયાના ચાહકો ભારે નારાજ થયા હતા. અનેક લોકોએ લખ્યું હતું કે બોલીવૂડમાં છેલ્લા કેટલાય સમયથી મ્યુઝિકની ઉપેક્ષા થઈ રહી છે અને હવે શ્રેયા જેવી પ્રતિભાશાળી સિંગર સાથે પણ અન્યાય થયો છે. કેટલાય લોકોએ કરણનું આ પગલું બોલીવૂડમાં મહિલા કલાકારો તથા સિંગર્સને થતા અન્યાયના સિલસિલા સમાન ગણાવ્યું હતું. જોકે, કરણે આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.