ટ્રક સાથે ટક્કર બાદ ટ્રેનના કોચ પાટા પરથી ઉથલી પડ્યા

અમેરિકાના કેલફોર્નિયા રાજ્યમાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકામાં ટ્રેનોનુ સંચાલન કરતી એમટ્રેક ટ્રેન લોસ એન્જિલ્સથી સિએટલ તરફ જઈ રહી હતી ત્યારે અમેરિકન સમય પ્રમાણે સવારે 11 વાગ્યે તેને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના ટ્રેક પર ઉભેલી ટ્રક સાથે ટ્રેનની ટક્કર થઈ હતી અને એ પછી તેના ઘણા કોચ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જોકે બાકીની ટ્રેન ટ્રેક પર જ ઉભી રહી હતી. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેનમાં સવાર 198 મુસાફરો તેમજ 13 કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તંત્રનુ કહેવુ છે કે ,સ્થિતિ નિયંત્રણમાં છે અને 16 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. 

તંત્રે કહ્યુ છે કે, ટ્રક ટ્રેક પર કેવી રીતે આવી તેની તપાસ કરવામાં આવશે.