અસિને પતિના ફોટા ડિલિટ કર્યા પરંતુ છૂટાછેડાની અફવા નકારી

ગઝની’ ફિલ્મની હિરોઈન અસીને તેના પતિ રાહુલ શર્માના તમામ ફોટા સોશિયલ મીડિયા સાઈટ્સ પરથી ડિલિટ કરી દેતાં તે છૂટાછેડા લઈ રહી હોવાની અફવા ફેલાઈ હતી. જોકે, અસીને બાદમાં એક પોસ્ટ દ્વારા આ અફવાને હસી કાઢી હતી. 

અસિને પોતાના લગ્ન તથા પાછલાં વર્ષોમાં પતિ અને પરિવાર સાથે મૂકેલી તમામ તસવીરો ડિલિટ કરી દીધી તી. જોકે, તેણે તેના લગ્ન પ્રસંગે સદ્ગત અભિનેતા રિશી કપૂર હાજર રહ્યા હતા તે એકમાત્ર તસવીર યથાવત રાખી હતી. અસિન છૂટાછેડા લઈ રહી હોવાની વાત ફેલાતાં તેના ચાહકો ભારે ઉદાસ અને ચિંતિત બની ગયા હતા. 

જોકે, બાદમાં અસિને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હાલ તે પરિવાર સાથે ઉનાળાની રજા ગાળી રહી છે તેવા સમયે જ આ અફવાને નકારવામાં પાંચ મિનીટ વેડફવી પડી રહી છે. આ વાત સાવ પાયાવિહિન છે. અસિને એક જાણીતી મોબાઈલ હેન્ડસેટ તથા ડિજિટલ ઉપકરણોની કંપનીના માલિક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યાં છે.