પોરબંદર ૨૬ નવેમ્બરના રોજ પ્રચલિત રાજકીય આગેવાન બાબુભાઈ પાંડાવદરા અને આગેવાનોએ બાબાસાહેબની પ્રતિમા ને હારતોરા અર્પિત કરી સમાજમાં સમાનતા અને તે ન હોવાના કારણો આપતો સદેશ સહુને પાઠવ્યો, “બંધારણ દિવસ” પર સૌને વિનંતી કે આ મેસેજ દરેક દલિત, આદિવાસી, મહિલા સુધી પહોંચે તેવું કરજો” આજના દિને, ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ બાબાસાહેબે શુ કહેલું એ વાંચો પછી આજે હાલ, તાજેતરમાં જ, કોણ દલિત, આદિવાસી, મહિલાઓનો હક મારી રહ્યું છે ગુજરાતમાં, તેની વાત કરીએ.
ડૉ. બાબાસાહેબની સ્પીચના કેટલાક અંશો..
“હું માનું છું,
બંધારણ ગમે તેટલું સારું હોય પણ ખરાબ સાબિત થશે, જો તેને લાગુ કરવાવાળા ખરાબ (ઈરાદાવાળા) હશે. અને બંધારણ ગમે તેટલું ખરાબ હોય પણ તે સારું સાબિત થશે, જો તેને લાગુ કરવાવાળા સારા (ઈરાદાવાળા) હશે. બંધારણના કામ કરવાનું, સંપૂર્ણ રીતે બંધારણ (અનુચ્છેદ, જોગવાઈ) પર નિર્ભર નથી. બંધારણ દેશને ફક્ત વિધાનમંડળ (કાયદો બનાવતા સંસદ-વિધાનસભા, વિગેરે), કાર્યપાલિકા (સરકારી અધિકારીઓ, કર્મચારીઓ) અને ન્યાયપાલિકા જેવા અંગો પુરા પાડે છે. બંધારણના આ અંગોનું કામ કરવાનું પ્રજા અને પ્રજાના રાજકીય પક્ષો પર નિર્ભર છે. એ રાજકીય પક્ષો કે જે પ્રજાએ પોતાના લક્ષ્યો હાંસિલ કરવા અને રાજનીતિ માટે પસંદ કરેલા છે. કોણ કહી શકે કે ભારતના લોકો અને તેમના પક્ષો ભવિષ્યમાં કેવી રીતે વર્તન કરશે? શુ તેઓ (ભારતીયો) તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા બંધારણીય રસ્તાઓ અપનાવશે? કે ક્રાંતિકારી (ગેરબંધારણીય) રસ્તાઓ પસંદ કરશે? જો તેઓ ક્રાંતિકારી (ગેરબંધારણીય) રસ્તાઓ અપનાવશે, તો બંધારણ ગમે તેટલું સારું હોય, એ કહેવા કોઈ અવતારની જરૂર નથી કે બંધારણ નિષ્ફળ જશે. એટલે બંધારણમાં પ્રજા અને તેમનાં પક્ષોની ભૂમિકા જાણ્યા વગર, બંધારણ પર કોઈ વ્યર્થ નિષ્કર્ષ ના કાઢવો જોઈએ.”- ડૉ. બી. આર. આંબેડકર (તારીખ ૨૫/૧૧/૧૯૪૯ ને શુક્રવારના રોજ ભારતીય બંધારણ સભામાં આપેલું સમાપન ભાષણના અંશો.)
મતલબ,
ફક્ત એકલું બંધારણ પૂરતું નથી પણ બંધારણ આપણને જે ત્રણ અંગો આપે છે તેનું વ્યવસ્થિત કામ કરવું અગત્યનું છે.
ક્યાં ત્રણ અંગો.
- વિધાનમંડળ
- કાર્યપાલિકા
- ન્યાયપાલિકા
આ ત્રણ અંગો પર જો બહુજન સમાજ કબજો નહિ જમાવે તો બંધારણમાં ગમે તેટલી જોગવાઈ હોય, કોઈ મતલબ રહેશે નહીં.
આ સમજવા આ ફક્ત આ એક ઉદાહરણ પૂરતું છે.
- બંધારણનો આ આર્ટિકલ એકવાર વાંચો, પછી કેવી રીતે દલિત, આદિવાસી અને મહિલાઓના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે, તેની વાત કરીએ.)
- આર્ટિકલ ૨૪૩ વ-ઠ
- બોર્ડ, રાજ્ય વિધાનમંડળ, કાયદાથી જોગવાઈ કરે તેટલી સંખ્યાના ડાયરેક્ટરો બનશે. પરંતુ સહકારી મંડળીના ડિરેક્ટરોની સંખ્યા અકવીસથી વધવી જોઇશે નહિ. વધુમાં, રાજ્ય વિધાનમંડળ કાયદાથી અનુસૂચિત જાતિ (SC) અથવા અનુસૂચિત આદિજાતિ (ST) માટે એક બેઠક અને સ્ત્રીઓ માટે બે બેઠકની અનામતની આવી દરેક સહકારી મંડળીના બોર્ડમાં જોગવાઈ કરશે, જે સભ્ય તરીકે વ્યક્તિઓ અને એવા વર્ગ કે જૂથની વ્યક્તિઓની બનેલી હોય.
તમે ગુજરાતની જેટલી પણ સહકારી બેંકો, સહકારી ડેરીઓ, સહકારી સંસ્થાઓ યાદ હોય એના ડિરેક્ટરોના નામ ચેક કરો. દા. ત. મારા મિત્ર બળવંત છત્રાલિયાએ આપેલ માહિતી મુજબ,
બનાસ ડેરી – જેમાં હાલ ૧૭ ડિરેક્ટરો કાર્યરત છે પણ તેમાં,
- એકપણ SC ડિરેકટર નથી.
- એકપણ ST ડિરેકટર નથી.
- એકપણ મહિલા ડિરેકટર નથી.
- ૧૬ ડિરેક્ટરમાંથી ૧૪ ડિરેકટર ચૌધરી છે.
આવું જ અનેક સહકારી સંસ્થાઓમાં છે. તો તમે જ વિચારો કે બાબાસાહેબ બંધારણમાં ૧૯૫૦ માં જે જોગવાઈ કરી ગયા, એનો મતલબ શુ રહ્યો? ભાજપ-આરએસએસ એક પછી એક સહકારી સંસ્થાઓ કબ્જે કરી રહ્યું છે, માન્યું કે તેઓ કોંગ્રેસ કે અન્ય પાર્ટી, વિચારધારાવાળા દલિત, આદિવાસી, મબિકાઓને ડિરેકટર ના બનાવે પણ પોતાની જ પાર્ટી-સંગઠનના દલિત, આદિવાસી, મહિલાઓને સહકારી સંસ્થાઓમાં ડિરેકટર તરીકે નિમણૂક કેમ નથી આપતા? અને દલિત, આદિવાસી, મહિલાઓ પણ કેવાં અબુધ કહેવાય કે જે પાર્ટી/સંસ્થા તેમને તેમના અધિકારથી ૭૦ વર્ષથી વંચિત રાખ્યા એને જ મજબૂત કરવાનું કામ કરે છે.
દલિત, આદિવાસી, મહિલાઓ જે ભાજપ-આરએસએસ કે તેની ભગિની સંસ્થાઓ સાથે જોડાયેલ છે,
ભાજપના ધારાસભ્યો,
ભાજપના સાંસદો,
ભાજપની મહિલા વિંગ,
ભાજપના આદિવાસી-દલિત કાર્યકર્તાઓ અને નેતાઓએ,
વિચારવું જોઈએ કે, તેમને ડિરેકટર કેમ બનાવવામાં આવતા નથી.
અને છેલ્લે,
કોંગ્રેસે જે કર્યું હતું એ જ ભાજપ કરે છે. જે સહકારી સંસ્થાઓ પર કોંગ્રેસનો કબજો છે ત્યાં પણ સ્થિતિ સુખદ તો નથી. આખરે તો બન્ને પાર્ટી સવર્ણ હિંદુઓની જ ને!!
આપણે શું કરવું જોઈએ?
- આપણી આસપાસ આવેલ દરેક સહકારી સંસ્થાઓને ચેક કરવી જોઈએ કે દલિત, આદિવાસી, મહિલાઓની ડિરેકટર તરીકે નિમણૂક થઈ છે કે કેમ?
- સંસ્થાના ડિરેક્ટરોને અને કલેકટરને આવેદન પત્ર આપી નિમણૂક કરવા માટે દબાણ કરવું જોઈએ.
- લોકોમાં જનજાગૃતિ માટે સભા, મિટિંગ વિગેરેનું આયોજન કરવું જોઈએ.
- આંદોલન પણ થઈ શકે. આ મુદ્દો આંદોલનનો જ મુદ્દો છે. ફોટા પણ પડશે, મીડિયા કવરેજ પણ મળશે અને ડિરેકટર તરીકે દલિત, આદિવાસી, મહિલાઓની નિમણૂક થશે તો તમારું નામ પણ થશે….
આ મેસેજ દરેક દલિત, આદિવાસી, મહિલા સુધી પહોંચે તેવું કરજો…