એટ્રોસિટિના કેસમાં જેલમાં મોકલવાની મહિલાને ધમકી

વડોદરાના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે શ્રીજી ધામ ફ્લેટ્સમાં રહેતા હર્ષાબેન રાજેશભાઈ પંચાલે કરજણના જુના બજાર વિસ્તારમાં આવેલ વિદ્યાનગર સોસાયટીના પ્લોટ નંબર 10માં બે માળનું મકાન મોહન ભીખાભાઈ વણકર અને જીગ્નેશ મોહન વણકર પાસેથી માર્ચ 2018માં વેચાણ દસ્તાવેજ કરી ખરીદ્યું હતું વેચાણ દસ્તાવેજ બાદ હર્ષાબેને મકાન ખાલી કરવાનું કહેતા જીગ્નેશે જણાવેલ કે મકાનના ભાવ વધી ગયા છે જેથી તમે બીજા 10 લાખ આપો તો અમે તમારૂ મકાન ખાલી કરીએ તમારાથી થાય તે કરી લેજો અમે તમારું મકાન ખાલી કરવાના નથી આ અંગે જીગ્નેશના પિતા મોહનભાઈને વાત કરતા તેમને પણ ધમકી આપી જણાવેલ હતું કે મારા છોકરાએ બરાબર વાત કરી છે બીજા રૂપિયા નહીં આપો તો અમે મકાન ખાલી નહીં કરીએ અને ફરી વખત કરજણ આવ્યા છો તો એટ્રોસિટીના કેસમાં તમને બંનેને જેલની હવા ખવડાવીશ મકાન પચાવી પાડવા અંગે હર્ષાબેને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.