ખભાના હાડકાના કેન્સરનું સૌથી મોટું મોડલ બનાવવાનો રેકોર્ડ

અમદાવાદમાં સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટિટયુટ (જીસીઆરઆઇ)ના કેન્સર સર્જનોએ ૩ઘ પ્રિન્ટિંગ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ખભાના હાડકાના કેન્સરનું સૌથી મોટું મોડલ બનાવવાનો રેકોર્ડ સર્જ્યો છે.

ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયુટ ખાતે હાલમાં બે દિવસીય ઓર્થોપેડિક આ મોડલ 3D પ્રિન્ટેડ હ્યુમરસ હાડકા અને અને હાડકાના કેન્સર સ્કેપુલા મોડેલનું પ્રતિનિધિત્વ કરે છે. જીસીઆરઆઇના ડો. અભિજીત સાલુંકે, ડો. શશાંક પંડયા, ડો. વિકાસ વારિક્ે3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખભાના હાડકાના કેન્સરનું સૌથી મોટું મોડલ બનાવ્યું છે. આ અંગે ડો. અભિજિત સાલુંકેએ જણાવ્યું કે, ‘આ મોડેલ એફડીએમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બહુવિધ ટૂકડામાં બનાવાયું હતું. તેની ઊંચાઇ ૪૧૨.૬૨ મિલિમીટર અને વજન ૧.૩૦ કિગ્રા છે. આ મોડેલને રેકોર્ડ બૂકમાં સ્થાન અપાયું છે. ‘

બીજી તરફ જીસીઆરઆઇના ડિરેક્ટર ડો. શશાંક પંડયાએ જણાવ્યું કે, ‘આ મોડલમાં સાંધા અને પ્રત્યારોપણની 3D પ્રિન્ટનો સમાવેશ થાય છે, જે કેન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો ઉપલબ્ધ કરાવશે. અમે સરકારી કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક ગેજેટ્સ દ્વારા અમારા દર્દીઓની સંભાળ લઇ રહ્યા છીએ. ‘  ઉલ્લેખનીય છે કે, જીસીઆરઆઇના ઉપક્રમે ઓન્કોસર્જરી અંગે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ રહી છે. જેમાં દેશભરના કેન્સર સર્જનો, ઓર્થોપેડિક સર્જનો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ ભાગ લઇ રહ્યા છે