સ્વ. રામાનંદ સાગરની પરપૌત્રી સાક્ષી ચોપરાએ નેટફ્લિક્સ શોના મેકર્સ પર આરોપ  જાતીય શોષણના આરોપ મુક્યા છે. સાક્ષીએ એક શોમાં તેની સાથે કામ કર્યું છે. સાક્ષીએ જાતીય શોષણના આરોપની સાથેસાથે દગાખોરી, જૂઠા આશ્વાસનોનો પણ આક્ષેપ કર્યો છે. જોકે નેટફ્લ્કિસે આ બાબતે કોઇ  સત્તાવાર નિવેદન આપ્યું નથી. 

સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટશેર કરી છે. જેમાં તેણે તેને હેરાન કરનારા લોકો વિશે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે, મને જાતીયસંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી હતી. જેમ કે ગોવાની એક ક્લબમાં અજાણ્યાઓ સાથે મને ડાન્સ કરવાનું કહેવાનું, અનુચિત ટીપ્પણીઓ કરવી અને સડક પર વિચિત્ર અવાજો કાઢવા,અનેઅજાણ્યાઓએ તેની પીઠ ખંજવાળી જેવી તકલીફો આપી હતી. 

સાક્ષીએ શેર કર્યું છે કે, નેટફિલ્કસ ઇન્ડિયા પર મારું જાતીય શોષણ થયું છે. મારા પરિધાનો પરથી તેઓએ માની લીધું હતું કે, મારી સાથે ગમે તેવી વર્તણૂક કરશે તો મને કોઇ વાંધો નહીં હોય. મને સંગીત, પરિવાર અને શાંતિ પ્રિય છે. જીવનમાં આ  ચીજો સાથે જ લગાવ છે. હું કોઇ પણ કોલ મારી માતા વિના સાઇન કરતી નથી. તેમણે મારી દરેક બાબતો  પર ધ્યાન આપશે તેવી ખાતરીપણ આપી હતી.પરંતુ શોમાં ગયા પછી તે બદલાઇ ગયો હતો બધુ નજરઅંદાજ કરી દીધું હતું. મૃદુલે ખુલે આમ મારા બ્રેસ્ટ માટે અને મારી એસ માટે વાત કરી હતી જેથી તે એને રેકોર્ડ કરી શકે અને દરેકને તેમજ મને સંભળવો. એક વરસ સુધી તેણે મને કહ્યું હતુ ંકે આ ફક્ત એક ગેમ શો છે – શું નેટફ્લિકસ, સોલપ્રોડકશનન્સ, ફૈઝિલા, સનવારી નાય્યર અને કામનાએ મને તેની સાથે બંધ કરીને એજ ઘરમાં રહેવાની અનુમતિ આપી હતી. આ સમય મારો બહુ જ ખરાબ હતો જેનું હું વર્ણન કરી શકું એમ નથી. 

સાક્ષી ચોપરા સાથેજાતીય શોષણની સાક્ષીએ દાવો કર્યો હતો કે મેકર્સે તેની મા સાથે પર વાત કરવા  માટે રોકતો હતો. સાક્ષીએ પોતાની સઘળી વાતો બહાર પાડવાના પ્રયાસ કર્યા તો તેનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને તેની માતા સાથે વાત કરવા દીધી નહોતી. 

સાક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ મારા દરેક ફોનકોલ પર નજર રાખી રહ્યા હોવાથી હું મારી માતાને શોમાં શું ચાલી રહ્યું છે તે વિશે કાંઇ જણાવી શકી નહોતી. જોકે એક વખત મેં મારી માતા સાથે શોમાં મારી સાથે શું ચાલી રહ્યું છે તે જણાવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમણે મારા હાથમાંથી ફોન છીનવી લીધો હતો.મારે મારી માતાને જણાવવું હતું કે, મને ા શોમાંથી બહાર કાઢે પરંતુ એ પણ હું જણાવી શકી નહોતી. 

આ શો હાલ નેટફ્લિક્સ ઈન્ડિયા પર સ્ટ્રીમ થઇ રહ્યો છે. જેમાં પાર્થ સમથાન, મૃદુલ મધોક અને રુહી સિંહ જેવા સ્પર્ધકો છે.

By admin