વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના અનુસંધાને મહત્વ પૂર્ણ બની સાબિત થઇ છે. ગુજરાતને લઇ બે મહત્વપૂર્ણ વાતો બહાર નીકળીને આવે છે એક તો અમદાવાદમાં નવું વાણીજ્ય દૂતાવાસ શરુ થવા જઈ રહ્યું છે અને બીજું ગૂગલ તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ગુજરાતમાં ખોલશે. 

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કરી જાહેરાત 

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જાહેરાત કરી હતી. તેમણે મોદી સરકારના મુખ્ય અભિયાન ‘ડિજિટલ ઈન્ડિયા’ માટે વડાપ્રધાનના વિઝનની પણ પ્રશંસા કરી.

ગુજરાતમાં ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે 

સુંદર પિચાઈએ કહ્યું કે, PM મોદીને તેમની યુએસની ઐતિહાસિક મુલાકાત દરમિયાન મળવું સન્માનની વાત છે.  આ ઉપરાંત તેમણે કહ્યું કે, Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. સાથે જ ગુજરાતમાં ફિનટેક ઓપરેશન સેન્ટર ખુલવા જઈ રહ્યું છે.

ભારતના ડિજિટલ ઈન્ડિયા મિશનની કરી પ્રશંસા

આ ઉપરાંત ગૂગલના સીઈઓએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીનું વિઝન ખૂબ પ્રશંસાભર્યું કામ છે અને હવે હું તેને અન્ય દેશો માટે હું તેને બ્લૂ પ્રિન્ટ તરીકે જોઉં છું.”