પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફની ફિલ્મ ‘જી લે જરા’નું શૂટિંગ શરુ થવાનું શિડયૂલ ફરી લંબાઈ ગયું છે. હવે આ ફિલ્મ ક્યારે ફલોર પર જશે તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. 

ફરહાન ‘જી લે જરા’ દ્વારા ૧૨ વર્ષ પછી ફરી દિગ્દર્શનમાં હાથ અજમાવવાનો હતો. જોકે, હાલમાં આમિર ખાને પોતાની ‘ચેમ્પિયન’ ફિલ્મમાં ફરહાનને મુખ્ય ભૂમિકા ઓફર કરી છે. તેથી ફરહાને હાલ દિગ્દર્શન બાજુ પર મૂકી એક્ટિંગ પર ફોક્સ કરવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

જોકે, કેટલાક અહેવાલ અનુસાર આલિયા, પ્રિયંકા અને કેટરિનાની એકસાથે તારીખો મેળવવાનું પણ બહુ મુશ્કેલ છે. ખાસ કરીને આલિયા અને પ્રિયંકા બહુ જ વ્યસ્ત છે અને તેમને થોડા દિવસો માટે પણ એક સેટ પર સાથે હાજર રાખવાનું બહુ કપરું બન્યું છે. આતી, ત્રણેયની તારીખો પર ફરીથી કામ ચાલી રહ્યું છે. 

રિપોર્ટના અનુસાર, ફરહાન અખ્તર અને આમિર કાન હાલ કેમ્પિયોન્સની હિંદી રીમેક માટે વાતચીત કરી રહ્યા છે. આ એક સ્પેનિસ સ્પોર્ટ્સ કોમેડી છે. જે માટે આમિરે પહેલા સલમાન ખાનને મુખ્ય રોલની ઓફર આપી હતી. ફરહાન આમિરની આ ફિલ્મ પુરી કર્યા પથી જ ડોન ૩ અને જી લે જરા જિંદગી પર કામ શરૂ કરે તેવી શક્યતા છે. ડોન ૩ માટે રણવીર સિંહનું નામ પ્રથમ બોલાઇ રહ્યું છે.