આજે દોડધામભરી જીદંગીમાં મોટાભાગના લોકોને કોલેસ્ટ્રોલ, ડાયોબિટીસ જેવા રોગો સામાન્ય બની ગયા છે. અને તેના માટે ઘરઘથ્થું ઉપચાર કરવાથી પણ ફાયદો મેળવી શકાય છે. તેથી કોલેસ્ટ્રોલના ઉપાય માટે તમારે ક્યાંય જવાની જરુર નથી. તમારા ઘરમાં જ તેની દવા છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે વિગતે જાણીએ. દરેકના ઘરમાં જીરુ હોય છે અને તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરી શકાય છે. જીરાને માત્ર શાકમાં નાખવામાં આવે છે એવુ નથી પરંતુ જીરાના વિવિધ ઉપયોગથી કેટલાય રોગોમાથી મુક્તિ મેળવી શકાય છે. 

જીરામાં આયર્ન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક અને મેગ્નેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો રહેલા છે. જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. આવો જાણીએ જીરાના ઉપયોગથી કઈ રીતે ફાયદા મેળવી શકાય અને તેનું સેવન કઈ રીતે કરવું જોઈએ. 

1. સ્કીનને ચમકદાર બનાવવા માટે ફાયદાકારક

જીરુ તેના એન્ટી- ઈંફ્લેમેટરી ગુણોના કારણે જાણીતું છે. જે સ્કીનને હેલ્દી અને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. 

2. પાચન સંબંધિત સમસ્યામાં ફાયદો 

જો તમારે પાચન સંબંધિત કોઈ પ્રોબલેમ હોય તો રોજ ખાલી પેટે જીરાનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેમા પાચન, પેટ સંબંધી સમસ્યાને દુર કરવામાં મદદરુપ થાય છે. આ સિવાય જીરુ મેટાબોલિજ્મને તેજ કરવામાં પણ મદદરુપ થાય છે. 

3. કોલેસ્ટ્રોલના રોગીઓ માટે લાભકારી

કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થતુ એક જાડો પ્રદાર્થ છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે, એક સારું હોય છે અને ખરાબ. જીરુંનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરી સારા કોલેસ્ટ્રોલનું લેવલ વધારવામાં મદદ કરે છે. 

આ રીતે કરી શકો છો જીરાનું સેવન 

  • જીરુ સેવન કરવાની અનેક રીતો છે, તેને તમે ભોજનમાં ઉપયોગ કરી શકો છો.
  • જીરાને પાણીમાં અથવા જીરાની ચા બનાવી સવારે ખાલી પેટે તેનું સેવન કરી શકો છો. 
  • જીરા પાઉડરને સલાડમાં ઉપયોગ કરી શકો છો.
  • જીરાનો પાઉડર રાયતામાં નાખીને ખાઈ શકાય છે.
  • જીરાનું પાણી બનાવીને પી શકો છો.