સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે આ ઘટનાના કારણે દેશમાં પહેલેથી જ તોળાઈ રહેલુ ખાદ્ય સંકટ વધારે ઘેરૂ બનશે. કારણકે આતંકીઓએ ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો પર હુમલો કર્યો હતો. આ ખેડૂતોનુ ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી અને તેમાંના કેટલાકના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા. 

સરકારનુ કહેવુ છે કે, આ હુમલો કૃષિ ગતિવિધિઓ માટે મોટા ફટકા સમાન છે અને પહેલેથી ચાલી આવતી સમસ્યાઓને વધારશે. આ પહેલા પણ આતંકીઓએ સંખ્યાબંધ સામાન્ય લોકોની હત્યા કરી છે. પહેલા તેઓ ગામડાઓને પોતાની ઢાલ તરીકે ઉપયોગમાં લે છે અને પછી તેમાં રહેતા લોકોની હત્યા કરી નાંખે છે. 

તાજેતરમાં નાઈજિરિયાની એરફોર્સે કરેલી એર સ્ટ્રાઈકમાં દેશમાં સક્રિય આતંકી સંગઠન બોકો હરામના 100 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. આ ઘટનાના બદલા તરીકે ખેડૂતોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનુ મનાઈ રહ્યુ છે.