ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ના ખતરાને ધ્યાને રાખી ભારતે અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દીધી છે. તો બીજી તરફ પાકિસ્તાનના કરાંચી શહેર નજીક પહોંચેલા વાવાઝોડાને લઈ સિંધ પ્રાન્તની સરકારે સૈન્ય અને નૌકાદળને મદદ માટે બોલાવ્યું છે અને દરિયાકાંઠાની આસપાસ રહેનારા 80 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ઝડપી બનાવી દીધી

વાવાઝોડુ કરાંચીથી 470, થટ્ટાથી 460 કિમી દૂર

પાકિસ્તાની હવામાન વિભાગ (PMD)ના જણાવ્યા અનુસાર વાવાઝોડું બિપરજોય ખુબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાંથી નબડું પડીને ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને છેલ્લા 12 કલાક દરમિયાન બિપરજોય ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હાલ આ વાવાઝોડું કરાંચીમાં દક્ષિણથી 470 કિલોમીટર અને થટ્ટાના દક્ષિણથી 460 કિલોમીટર દૂર છે. પીએમડીએ કહ્યું કે, પ્રતિકલાક 140-150 કિલોમીટરની ઝડપે ફુંકાતો પવન 170 કિલોમીટરની ઝડપે ફુંકાવાની સંભાવના

ઈમરજન્સી જાહેર, લોકોને સુરક્ષિત સ્થળોએ જવા આદેશ

પાકિસ્તાનના દક્ષિણી પ્રાંત સિંધની સરકારે લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાનો આદેશ આપ્યો છે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે મીડિયાને જણાવ્યું કે, ઈમરજન્સી જાહેર કરાઈ છે અને જોખમી વિસ્તારોમાંથી 80,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા સેના અને નૌકાદળની મદદ લેવાઈ છે. તેમણે જણાવ્યું કે, લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા માટે સોશિયલ મીડિયા, મસ્જિદો અને રેડિયો સ્ટેશન દ્વારા આદેશ આપવામાં આવી રહ્યા

સરકારી શાળાઓ, કાર્યાલયો અને અન્ય કામચલાઉ આશ્રય સ્થાનોમાં રહેશે લોકો

મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે કહ્યું કે, થટ્ટા, કેટી બંદર, સુજાવલ, બાદીન, થારપારકર અને ઉમરકોટ જિલ્લામાં મોટા પાયે સ્થળાંતર કાર્યવાહી ચાલી રહી છે. વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં વધુ અસર પડવાની સંભાવના છે. મુરાદે કહ્યું કે, વાવાઝોડાનું સંકત દૂર ન થાય ત્યાં સુધી લોકોને સરકારી શાળાઓ, કચેરીઓ અને અન્ય અસ્થાયી આશ્રય સ્થાનો જેવા સુરક્ષિત સ્થળોએ ખસેડવા સેના અને નૌકાદળની મદદ લેવામાં આવી

કરાચીમાં દરિયાકાંઠાનો વિસ્તાર ખાલી કરાવાયો

પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં સીવ્યૂ બીચની આસપાસ રહેતા લોકોને પણ ઘર ખાલી કરવા કહેવાયું છે. આ વાવાઝોડું કરાંચી પ્રાંતના કેટી બંદર દરિયાકાંઠ પાસે  ટકરાઈ શકે છે. ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (ડીએચએ)એ સોમવારે સીવ્યુ બીચ અને દરકશાંની આસપાસના મકાનો અને એપાર્ટમેન્ટ્સમાં રહેતા લોકોને નોટિસ પાઠવાઈ છે અને જ્યાં સુધી પરિસ્થિતિ થાડે ન પડે ત્યાં સુધી તેમને તેમના ઘરો ખાલી કરવા કરાચીનાં અંતરિયાળ વિસ્તારોમાં જવા આદેશ આપ્યો

સિંધ અને બલૂચિસ્તાનના તબાહીની આશંકા

DHAએ કહ્યું કે, વાવાઝોડાના કારણે પૂર, ભારે વરસાદ અને ઝડપી પવનના જોખમને ધ્યાને રાખી સાવચેતીનાં પગલાં જરૂરી છે. તેમણે કહ્યું કે, વાવાઝોડુ સિંધ અને બલૂચિસ્તાનના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ડાયરેક્ટર જહાંઝૈબ ખાને કહ્યું કે, ભારે પવન, ઊંચા મોજા સાથે ભારે વરસાદના કારણે સંવેદનશીલ વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના છે, તેથી અમે સાવચેતીના પગલાં શરૂ કરી દીધા છે અને દરિયાકાંઠાથી ઓછામાં ઓછા 10 કિલોમીટરની ત્રિજ્યામાંથી લોકોને દૂર ખસેડી રહ્યા