શ્રીલંકા આર્મીના ડોક્ટરોએ વિશ્વની સૌથી મોટી અને સૌથી ભારે કિડનીની પથરીનું સફળ ઓપરેશન કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે. કોલંબો આર્મી હોસ્પિટલે જણાવ્યુ કે સ્ટોન લંબાઈમાં 13.372 સેમી અને વજનમાં 801 ગ્રામનો હતો. 

વર્તમાન ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વની સૌથી મોટી કિડનીની પથરી જે લગભગ 13 સેન્ટિમીટરની હતી જે 2004માં ભારતમાં મળી હતી જ્યારે સૌથી ભારે કિડની સ્ટોન જેનું વજન 620 ગ્રામ હતુ, જે પાકિસ્તાનમાં 2008માં નોંધાઈ હતી. 

જાણો પથરી એટલે શું?

શરીરના કેટલાક અંગોમાં મીનરલ અને સોલ્ટ જામીને પથ્થરનું સ્વરૂપ લઈ લે છે, જેને પથરી કહેવામાં આવે છે. તે મગની દાળથી લઈ ટેનિસના બોલ જેવા આકારની હોય શકે છે. પથરી શરીરમાં કિડની, યુરેટર, યુરિનરી બ્લેડર માં હોઈ શકે છે. જો પથરી ઇન્ફેક્શનથી બનતી હોય તો તે ધીમે ધીમે સાઇઝમાં મોટી થતી જાય છે. શરૂઆતમાં નાની સાઇઝ હોવાને કારણે તેનાં લક્ષણ ઓછાં નજરે પડે છે અને તે કિડનીને વધુ નુકસાન કરે છે, કારણ કે લક્ષણ સ્પષ્ટ ન હોવાથી બીમારીની જાણકારી વિલંબથી થાય છે. તેને સ્ટેગ હોર્ન સ્ટોન કહે છે. તેમાં ધીમે ધીમે કિડનીમાં મોટી પથરી બની જાય

By admin