”મોદી ઈન રાષ્ટ્ર, શિંદે ઈન મહારાષ્ટ્ર”, દેવેન્દ્ર ફળવણીશનું રાજકીય ભવિષ્ય કોરાણે

મહારાષ્ટ્રમાં 49.4 ટકા લોકો રાજ્યના નેતૃત્વ માટે ભાજપ-શિવસેનાનું મજબૂત ગઠબંધન રહે તેમ ઈચ્છે છે

મહારાષ્ટ્રમાં શિંદે જૂથની શિવસેનાએ અખબારોમાં વિજ્ઞાપન આપ્યું છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી તરીકે ફડનવીસને બદલે શિંદેને વધુ પુષ્ટિ આપવામાં આવી છે. એટલે કે જનતા શિંદેને મુખ્યમંત્રી તરીકે વધુ પસંદ કરે છે. એક સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રમાં ૪૯.૪ ટકા લોકો રાજ્યનાં નેતૃત્વ માટે ભાજપ અને શિવસેના વચ્ચે એક મજબૂત ગઠબંધન જોવા માંગે છે.

શિંદેનાં નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારે મંગળવારે અખબારોમાં ફૂલ પેઇજ જાહેર ખબર છાપી છે. તેનું શિર્ષક છે, ”મોદી ફોર ઈંડીયા, શિંદે ફોર મહારાષ્ટ્ર”. તાજેતરમાં યોજાયેલ એક સર્વે પ્રમાણે ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના પ્રમાણમાં શિંદેને લોકો વધુ પસંદ કરે છે.

જાહેરખબરથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ જાહેરાત પ્રમાણે શિવસેના (ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે યુબીટીના નેતા સંજય રાઉતે શિંદેના નેતૃત્વ નીચેની શિવ સેનાને ‘મોદી – શાહ’ની શિવસેના કહી છે. એ જાહેરખબરમાં શિવસેનાનું ધનુષ-બાણનું ચૂંટણી ચિન્હ છે. વડાપ્રધાન મોદી અને મુ.મં. શિંદેની તસ્વીરો છે. તેમાં શિવ સેનાના સ્થાપક દિવંગત બાલા સાહેબ ઠાકરની તસ્વીર નથી. આ જાહેર ખબરમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ૨૬.૧ ટકા લોકો એકનાથ શિંદેને અને ૨૩.૨ ટકા લોકો દેવેન્દ્ર ફડનવીસને આગામી મુ.મં. તરીકે જોવા ઈચ્છે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ૩૦ ટકા લોકો ભાજપને વધુ પસંદ કરે છે.