પોરબંદર શહેરમાં રાખવામાં આવેલ સ્પીડ બ્રેકર સિમેન્ટ કોન્ક્રીટના મુકવા માંગ

પોરબંદર શેહરમાં મુકવામાં આવેલ સ્પીડ બ્રેકરજે પ્લાસ્ટિક મટીરીયલમાંથી બનાવવામાં આવેલ છે જે  ટૂંક સમયમાં સ્પીડ બ્રેકર તૂટી ગયા છે અથવા તો તેમની લગાડેલ સ્થિતિએ હયાત નથી. જેમના હિસાબે પોરબંદર નગર પાલિકા દ્વારા કરવામાં આવેલ ખર્ચો પણ વ્યર્થ જઈ રહ્યો છે અને પ્રજાના ટેક્ષના ચૂકવેલ રૂપિયાનું પાણી ફેરવાઈ રહ્યું છે. પ્લાસ્ટિક સ્પીડ બ્રેકર તૂટી ગયા હોવાથી તેમના રસ્તા પર  લગાડેલ ખીલા પણ બહાર આવી ગયા છે જેમના હિસાબે વાહનોના ટાયર બગાડવા ઉપરાંત લોકોને આર્થિક અને માનસિક નુકશાની વેઠવી પડી રહી છે. જો પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના સ્પીડ બ્રેકર મુકવામાં આવે તો પોરબંદર નગર પાલિકાને આર્થિક રીતે સસ્તું પડે સાથે લાંબા સમય સુધી સ્પીડ બ્રેકરની ઉમર પણ વધી જાય. પોરબંદર આમ આદમી પાર્ટીએ તંત્ર ને રજૂઆત કરી છે કે પ્લાસ્ટિક સ્પીડ બ્રેકરની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના સ્પીડ બ્રેકર બનાવવા વિનંતી જેથી લાંબા સમય સુધી સ્પીડ બ્રેકર ટક્યા રહે.