આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ની જન્મ જયંતી ઉજવાઈ

આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ની જન્મ જયંતી નિમિતે પોરબંદર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી સાથે દર્શન કર્યા હતા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા જેમાં તમામ લોકોને એક વર્ણવસ્થા મુજબ નહી એક સમાન વ્યક્તિની વિચારધારાને અનુસરીને આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ઉજવણી કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સાથે મળીને એ પણ નીમ કરી કે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સમગ્ર દેશ એક કર્યો હતો એ જ અખંડ ભારતના નિર્માણ ફરીથી કરશું અને હાલના તબક્કે અમુક લેભાગુ તત્વો દ્વારા ભારત દેશના ભાગલા પાડીને દેશ તેમજ દેશની સંપતી વેચી રહ્યા છે તેમની સામે લડત લડીને ભારત દેશની સંપતીને નુકશાન ન  થાય અને દેશના લોકોનું જીવન ધોરણ ઉચું આવે  એ માટે ભેગા મળીને લડશું.