તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, 18ના મોત, અનેક ઘાયલ

તુર્કી અને ગ્રીસમાં ભયંકર ભૂકંપના આંચકા અનુભવાયાં છે. યુએસ જિયોલોજિકલ સર્વે તરફથી માહિતી મુજબ પશ્ચિમી ઇઝમિર પ્રાંતના કાંઠાથી લગભગ 17 કિલોમીટર દૂર 7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પૂર્વી તુર્કીમાં આવેલા ભૂકંપથી18 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે 30 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વી એલાજિગના સિવરાઇસ શહેરમાં નોંધાયું હતું. તુર્કી સરકારની ડીઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ ભૂકંપનો આંચકાની પુષ્ટિ કરી છે. ભૂકંપના પગલે લગભગ 553થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપ પીડિતોને આશરો આપવા માટે રમતગમતના સેન્ટર, શાળા અને ગેસ્ટ હાઉસમાં સગવડ શરુ કરવામાં આવી છે.