
મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાની જાણકારી માટે પોરબંદર જિલ્લા ગ્રામહાટ ખાતે કેમ્પ યોજાશે
પોરબંદર તા.૭, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ ૧૦ મહિલાઓના બનેલા જુથને રૂા.૧ લાખ વ્યાજ મૂક્ત લોન મળી શકે છે. પોરબંદર જિલ્લાનાં ગ્રામીણ વિસ્તારના બહેનો આ યોજનાની વિશેષ જાણકારી માટે, યોજનાનો લાભ લેવા માટે અરજી પત્રક ભરવાના માર્ગદર્શન માટે તેમજ ભરેલ અરજી પત્રકોની ચકાસણી કરી તેના સ્વીકાર માટે તા.૯ ઓકટોબરના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા ગ્રામ હાટ ચોપાટી ગ્રાઉન્ડ પાસે કેમ્પ યોજાશે. તેમા ગ્રામીણ વિસ્તારના બહેનો જાણકારી મેળવી શકશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button