પોરબંદર જીલ્લામાં અતિરેક પડેલ વર્ષાદના હિસાબે પોરબંદર શહેરમાં ઘણા ખરા રસ્તાઓ તદન બિસ્માર હાલતમાં છે અને જેમાંથી એક રસ્તો ઝુબેલી પુલ થી ગાયત્રી મંદિર સુધીનો છે. આ રસ્તો દ્વારકા નેશનલ હાઈવે સાથે સંકળાયેલ હોય, પોરબંદરના ઔદ્યોગિક વિસ્તાર એવા GIDC સાથે સંકળાયેલ છે, માર્કેટિંગ યાર્ડ પણ એ જ રસ્તામાં આવેલ છે, ફિશિંગ માટે જરૂરી એવો બરફ GIDC વિસ્તાર માંથી આજ રસ્તે પસાર થાય છે. તેમજ  ખાપટ વિસ્તાર અંદાજે ૨૫૦૦૦ની વસ્તીની અવર જવર તે જ રસ્તાપર અવર જવર કરે છે. આ પોરબંદરનો મહત્વનો અને હદય સમાન  રસ્તો છે જેમાં મોટા ભાગે વ્યાપારિક પ્રવૃત્તિ આજ રસ્તા સાથે સંકળાયેલ છે. ઉપરાંત જો આ રસ્તાને રીંગ રોડ તરીકે વિકસાવવામાં આવે તો ભવિષ્યમાં આ રસ્તો હરવા ફરવા માટે સારો એવો વિકાસ થઇ સકે તેમ છે. તો  હાલના તબક્કે આ ઝુબીલેના પુલથી રોકડિયા હનુમાન સુધીનો રસ્તો ખુબજ જર્જરિત હાલતમાં છે જેના હિસાબે અનેક અકસ્માતો થાય છે અને માણસો ભોગ બની રહ્યા છે.પોરબંદર શહેરનો દરેક નાગરિક પોરબંદર નગર પાલિકાને  ટેક્ષ ભરપાઈ કરી રહ્યો છે જેના બદલામાં સારી એવી સેવાની અપેક્ષા પોરબંદરન જનતા રાખતી હોય છે. પોરબંદર નગર પાલિકાએ ઉપભોગતા છે અને પોરબંદરની જનતાએ પોરબંદર નગર પાલિકાના ગ્રાહક છે જો ઉપભોગતા દ્વારા ગ્રાહકને સારું વળતર ના ચૂકવવી શકતા હોય તો ગ્રાહકને તેમના વળતર મેળવવાનો સંપૂર્ણ હકદાર છે. આ બાબતને લઇને આપશ્રી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો પોરબંદરના તમામ નાગરિક દ્વારા આપશ્રી પાસેથી તેમના વાહન તેમજ વ્યક્તિને નુકસાની પેટે વળતર ચુકવવાનું થશે.

By admin