પોરબંદર તા.૩, ગાંધી જયંતિ નિમિતે યુવા ઉત્થાન માટે ઉના વિસ્તારના ૧૦ યુવાનો ૨૨૦ જેટલા કિલોમીટરનું અંતર કાપીને ઉનાથી પદયાત્રા કરી ત્રિરંગા સાથે કીર્તિમંદિર પહોંચી પ્રાથના સભામાં જોડાયા હતા. ગાંધીજીના માર્ગે યુવા ઉત્થાન માટે કાર્યરત આ યુવાનોનું આ તકે પ્રભારીમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રમેશભાઇ ધડૂક સહિતના મહાનુભાવોએ સન્માન કર્યું હતુ. યુવાન હરેશ ગોઢાણીયા અને રાજુની રવીન્દ્રસિંહે કહ્યુ કે, ગાંધીજીના આદર વિચાર સાથે અમે લોકોએ આ દોડ શરૂ કરી હતી. અમારૂં માનવુ છે કે, યુવાધન ખૂબ જ આગળ વધે, દિકરીઓ વધુને વધુ ભણે અને ભારતનો યુવાન ફિટ રહે.

By admin