C R પાટીલનું રાજકિય ઇંજેક્શન

પાટીલે મુખ્ય પ્રધાને રાજકીય ઇંજેક્શન આપી નિષ્ફળતાં છતી કરી તો રૂપાણીને દુઃખાવો થયો, કહ્યું પાટીલ જાણે, હું નહીં
ગાંધીનગર, 10 એપ્રિલ 2021
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ગઇકાલે સુરત સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. કોવિડ દર્દીના સ્વજનો દ્વારા રેમડીસીવીર ઈંજેક્શન ન મળતા હોવાની સરકાર સામે ફરિયાદ કરી હતી.

સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારે 10 કલાકે રેમડીસીવીર ઈંજેક્શન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સુરત, નવસારીમાં 1 હજાર ઈંજેક્શન આપ્યા છે.

10 એપ્રિલના રોજ 5000 રેમડીસીવીર ઈંજેકશન નિશુલ્ક આપવાના છે.

આ વાતથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી છંછેડયા છે. તેમણે આ અંગેના પ્રશ્નનો જવાબ આપવાના બદલે પાટીલને રાજકીય ઇંજેક્શન આપતાં હોય એમ કહી દીધું કે આ ઇંજેક્શનનો ક્યાથી આવ્યા તે પાટીલને પુછો, મને નહીં.

આપ પાટીલે રૂપાણીને નિષ્ફળતાનું ઇંજેક્શન મારી દેતાં દુઃખાવો વધી ગયો છે. આ પહેલા પાટીલે સરકારમાં રાજકીય દખલગીરી કરતાં હોય તેમ સરકારના 4500 સેન્ટરોમાં ભાજપના 1.25 લાખ કાર્યકરોની ઘુસણખોરી કરાવી હતી.

હવે ભાજપની કચેરીએથી મેડિકલ સાયન્સના નિયમોને કાયદા મૂજબ ઇંજેક્શનનો આપવાનો યોગ્ય નિર્ણય કર્યા છે છતાં રૂપાણીને પેટમાં દુઃખાવો શરૂ થયો છે

જુઓ વિડીઓ….
https://youtu.be/JYXXhDQlEiU