સ્થાનિક પોલીસે દરોડો પાડીને 680300ના મુદ્દામાલ સાથે 12ને ઝડપાયા, સરપંચ સહિત 4 ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામે સ્થાનિક પોલીસે સરપંચ સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું હતું જેમાં કાર, મોટરસાયકલ સહિત રૂપિયા 6,80,300ના મુદ્દામાલ સાથે 12 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે સરપંચ સહિત ચાર ફરારી આરોપીઓ સામે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પી.એસ.આઈ એન.એચ.જોષી, એ.એસ.આઈ એલ.એલ.ગઢવી સહિત સ્ટાફ દ્વારા જુગારના અખાડાની મળેલ બાતમીને આધારે કાટકોલા ગામની સીમમાં આવેલ મયુરભાઈ મુરુભાઈ ગાગિયાની વાડીમાં કાટકોલા ગામના સરપંચ યોગેશભાઈ દાનાભાઈ કરમુર તથા મંગાભાઈ અરશીભાઈ કરમુર સંચાલિત જુગારધામ ઉપર દરોડો પાડીને જુગાર રમતા પત્તાપ્રેમીઓ અનિલભાઈ બાબુભાઇ ભૂત રહે.લાલપુર, સાગર જનકભાઈ ચુડાસમા રહે.જામ જોધપુર, જીગ્નેશભાઈ ગોરધનભાઈ ચુડાસમા રહે. જામ જોધપુર, પ્રવીણ કારાભાઈ બગીયા રહે. જામ જોધપુર, માલદે લાખાભાઈ ભાટિયા રહે. કાટકોલા, દિનેશભાઈ નારણભાઈ વાઢીયા રહે.જામ જોધપુર, પુનિત કનુભાઈ મકવાણા રહે. જામ જોધપુર, નાગજીભાઈ ઉર્ફે નાગજણ ખીમભાઈ વાઢીયા રહે.
જામ જોધપુર, દિનેશ કેશવભાઈ ડાભી રહે. જામ જોધપુર, અશોકભારથી રમણિકભારથી ગોસ્વામી રહે. લાલપુર, મુકેશભાઈ જેન્તીભાઈ કક્કડ રહે. જામ જોધપુર, હેમંત પાલાભાઈ ગાગિયા રહે. કાટકોલાને સ્થળ ઉપરથી જુગાર રમતા ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય ફરારી આરોપી કાટકોલા ગામના સરપંચ યોગેશભાઈ દાનાભાઈ કરમુર, મંગાભાઈ અરશીભાઈ કરમુર, મયુર દાનાભાઈ કરમુર, ગોકુલ ઉર્ફે ગોગો લખુભાઈ કોળી રહે.બધા કાટકોલા વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી,
વધુ તપાસ ભાણવડના પી.એસ.આઈ એન.એચ.જોષી દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જુગારધામ સરપંચ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. હવે પોલીસ તેને શોધી રહી છે.