ગુજરાત રાજ્ય સરકાર અધિકારીઓને આગળ ધરીને કર્મચારી સહિત નાગરીકોને બાનમાં લેવાતી વિગતો આમ તો અનેક વખત ગુજરાતમાં સામે આવી રહી છે પરંતુ તાજેતરમાં એ પણ કોરોના સંક્રમણ વખતે જ્યારે શિક્ષકો પણ તન, મનથી કોરોના વોરીયર્સની જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે ગાંધીનગર સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી એ એ શિક્ષકને એવા સબબની નોટીસ ફટકારી છે કે જે તે શિક્ષકે ફેસબુકમાં સરકાર વિરુદ્ધ કોઈ કોમેન્ટ કરી હોય એ કોમેન્ટ કરવા અંગે તે શિક્ષકનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
ત્યારે શું શિક્ષક નાગરીક અને મતદાર નથી ? તેને સરકારની કોઈ નીતિ કે નિર્ણય બાબતે સોશીયલ મીડિયામાં કોમેન્ટ કરવાનો અધિકાર નથી ? એવા સવાલો આ પત્ર વાયરલ થતા લોકમુખે ઉઠવા પામ્યા છે. શિક્ષકશ્રી અગર સરકારના મુલાજીમ છે તો તે એક નાગરીક પણ છે અને નોકરીના સમય સીવાય તે ક્યાં શું કરે છે તેવી નિગરાની કરવાનો સરકારને કોઈ અધિકાર નથી, અહીં સુપ્રીમકોર્ટ ના એક નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવે તો બંધારણની કલમ ૧૯(ક) અને અન્ય એક કલમ ૨૭૨ મુજબ આ અભિવ્યક્તિની આઝાદી છે જેના હક્ક અધિકાર પર સરકાર તરાપ મારી ન શકે.
શું આ શિક્ષકશ્રી એ કોઈ લાંચ રીશ્વત લીધી છે ? શું આ શિક્ષકશ્રી એ નોકરીની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે ? ત્યારે આવી વાહિયાત નોટીસ આપીને સમુચા શિક્ષકોને આ ડરાવવાનો નો એક હીન પ્રયાસ હોવાનું લોકો માને છે, જો આવી નોટીસ ને સંયુક્ત શિક્ષણ નિયામક પરત ન લે તો જાગૃત નાગરીકો કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે, જો કે અમારા માહિતી સૂત્રો તો એવું જણાવે છે કે આ નોટીસથી શિક્ષક યુનિયનો લાલઘૂમ છે અને ભવિષ્યમાં આવી નોટીસ કે જે કાયદાના સુસંગત નથી અને આ મનમાનીનો એક હિસ્સો હોવાનું જણાવે છે.
જો કે શિક્ષણ યુનીયનો સરકાર સામે બંડ પોકારે તેવી સ્થિતિમાં નથી કેમકે પાછલા એક વર્ષથી શાળા બંધ હોવાને કારણે શિક્ષકો પોતે પણ અસહાય અને નિઃસહાય બની ગયા છે, પરંતુ જો કોઈ જાગૃત નાગરીક આ અંગે પીઆઈએલ કરે તો સંયુક્ત શિક્ષણ નિયામકશ્રીને માનનીય કોર્ટ સામે માફી માંગવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય એ નકારી શકાય નહીં.