પોરબંદર તા.૨૦, પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન-૧ સભાખંડ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

દર મહિને યોજાતી સંકલનની બેઠક કોરોના મહામારીના કારણે મહિનાઓથી મોકૂફ રાખવામાં આવી હતી. જિલ્લામાં શરૂ થયેલા કોરોના વેકસીનેશનનો લાભ ફ્રન્ટલાઇન વર્કર્સે લીધો છે. ત્યારે સરકારશ્રીની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને સંકલનની બેઠક યોજાઇ હતી. જેમા વિવિધ મુદાઓ/પ્રશ્નો પર ચર્ચા તથા પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, નિવાસ અધિક કલેકટર રાજેશ.એમ.તન્ના સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

By admin