પોરબંદરનાં ગૃહસ્થે કોરોનાની રસી લઇ કરી જનજાગૃતિની અપીલ

પોરબંદર તા.૧૯, કોરોના મહામારીના સકંજામાંથી માનવજાતને મૂક્ત કરવા નિષ્ણાંતોએ દિવસ-રાત મહેનત કરીને તૈયાર કરેલ કોરોનાની રસી આપવાનું અભિયાન સમગ્ર ભારતનાં શરૂ કરાયુ છે. કોરોના વોરીયર્સ બાદ બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વડીલો તથા ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બિમારી ધરાવતા લોકોને આ અભિયાન હેઠળ જોડીને ડોકટર્સ ટીમ દ્રારા રસીકરણ કરાઇ રહ્યુ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ શરૂ થયેલા કોરોના રસીકરણના અભિયાનમાં જિલ્લાવાસીઓ જોડાયા છે. પોરબંદરમાં રહેતા ધ્રુવભાઇ દિનેશ ચંદ્રએ કહ્યુ કે, મેં કોરોનાની રસી લીધી છે, અને દરેક વ્યક્તિએ આ રસી લેવી જોઇએ જેથી કોરોના મહામારીથી બચી શકાય. પોરબંદરમા અપાઇ રહેલા રસીકરણની કામગીરીને ધ્રુવભાઇએ આવકારી હતી.

પોરબંદર જિલ્લામાં ૩૨ હજારથી વધુ વ્યક્તિઓએ લીધી કોરોના વેક્સિન ૨૭ હજારથી વધુ ૬૦ વર્ષથી ઉપરનાં, ૫ હજાર જેટલા ૪૫ થી ૫૯ વર્ષનાએ મૂકાવી રસી

પોરબંદર તા.૧૯, પોરબંદર જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં ૨૭ હજારથી વધુ જેટલા ૬૦ વર્ષથી વધુ વયની ઉમર ધરાવતા વ્યક્તિઓએ કોરોનાની વેક્સિન લીધી છે. તથા ૪૫ થી ૪૯ વર્ષના ગંભીર બિમારી ધરાવતા ૫ હજાર જેટલા વ્યક્તિઓએ કોરોનાની રસી મૂકાવી છે. કોરોના મહામારીથી બચવા માટે વૈજ્ઞાનિકો દ્રારા તૈયાર કરાયેલ તથા સરકાર દ્રારા હોસ્પિટલોમાં વિતરણ કરાયેલ વેક્સિન મુકાવવી જરૂરી છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરીયર્સે રસી મુકાવી છે. હાલ ૬૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષનાં ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓ કોરોનાની રસી મુકાવીને સ્વસ્થ રહે તે માટે સરકારશ્રીએ હોસ્પિટલો ખાતે રસી વિતરણ કરાઇ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી ૨૭ હજારથી વધુ ૬૦ વર્ષની વય ઉપરના તથા ૫ હજાર જેટલા ૪૫ થી ૫૯ વર્ષની વય ધરાવતા ગંભીર બિમારી વાળા લોકોએ કોરોનાની રસી મૂકાવી છે. રસી મુકાવનાર નાગરિકો અન્યને પણ અપીલ કરી રહ્યા છે કે, પોતાને તથા પોતાના પરિવારને કોરોના મહામારીમાંથી બહાર લાવવા રસી મૂકાવવી જરૂરી છે.