- સૌરાષ્ટ્રનાં યુવા અગ્રણી ભારતીય રેલ્વેના પ્રશ્નોની સચોટ માનદ રજૂઆત કરાશે– મનીશ ભટ્ટ
- કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાજીએ કરેલ ભલામણથી થયેલ નિમણુક

(૯૮૨૪૨ ૨૧૯૯૯)
સૌરાષ્ટ્રનાં યુવા અગ્રણી એડવોકેટ મનીષ ભટૃની કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પુરૂષોતમ રૂપાલાજીએ કરેલભલામણથી ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટી, ઝેડ.આર.યુ.સી.સી. (ZRUCC) માનદ સભ્ય તરીકે નિમણુક થયેલ છે. રેલ્વેના ઉદભવતા પ્રશ્નોની રજૂઆતો અને તેના યોગ્ય નિરાકરણ માટે મનીષભાઈ ભટૃની વેસ્ટર્ન રેલવેના સમગ્ર પશ્ચિમ ઝોનના રેલવે ઉપભોકતાઓ રેલવે પ્રવાસીઓના પ્રશ્નોને રજુ કરવા, તેનો ન્યાયીક અને ઝડપી ઉકેલ લાવી રેલવેની કામગીરીને વધુ અસરકારક અને પ્રજા ઉપયોગી બનાવવા સેતુરૂપ કામગીરી કરવા આ નિમણુક થયેલ હોય, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતનાં પ્રશ્નો મુંબઈ ઝોનલ કચેરી તથા રાજકોટ, ભાવનગર, અમદાવાદઅને વડોદરા રેલવે ડીવીઝન કચેરીઓમાં અસરકારક રીતે રજૂ કરીને પ્રજાલક્ષી કામગીરી કરવા મનીષભાઈ ભટૃે પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ મનીષ ભટૃ બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા છે. મનીષ ભટૃ રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી તથા ઉપાધ્યક્ષ તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચુકયા છે.