ઉદયપુરની સોનલ શર્માએ ન્યાયધીશની પરીક્ષા પાસ કરી ગૌશાળામાં અભ્યાસ કરીને

ગૌશાળામાં અભ્યાસ કરીને ન્યાયાધીશની પરીક્ષા પાસ કરવા બદલ રાજસ્થાનનાં ઉદયપુરની સોનલ શર્માને કરુણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઈન-રાજકોટ તરફથી ખુબ ખુબ શુભેચ્છા

રાજસ્થાનનાં ઉદયપુર ગામની રહેવાસી કુમારી સોનલ શર્માએ પહેલી જ ટ્રાયમાં ન્યાયાધીશ બનવાની પરીક્ષા પાસ કરી છે. સોનલ જયારે નાની હતી ત્યારે જ એણે પિતાની ગૌશાળામાં રહીને ગોબર ઉપાડવાનું કામ કર્યું હતું. એ જેમ જેમ મોટી થતી ગઈ તેમ એણે ગૌશાળામાં ગાયોની સંભાળ લેવાની સાથે સાથે ભણતરની શરૂઆત કરી. ત્યારપછીથી ગોબર ઉપાડવું, દૂધ દોહવું અને ગૌશાળાની સાફ સફાઈ એના જીવનનું એક ભાગ બની ગયું. દર વર્ષે શાળા, કોલેજમાં પ્રથમ ક્રમે ઉતિર્ણ થવું એની આદત બની ગઈ હતી. પિતાની નબળી આર્થિક પરિસ્થતીનાં કારણે સોનલને કોચિંગ ક્લાસ કે કોઈ બીજા ટ્યુશનમાં જવાનું મળતું નહતું. તેથી જાતમહેનત કરીને એણે આર.જે.એસની પરીક્ષા પાસ કરી. કોલેજ કાળ દરમિયાન જયારે સોનલ એલ.એલ.બી કરતાં હતાં ત્યારે ત્યાં આવતા જજને જોઇને એના મનમાં કાયમ ન્યાયાધીશ બનવાના સપના જાગતા અને આ જ સોનલે ખુબ મહેનત કરીને આ પરીક્ષા પાસ કરી છે,

સોનલનું કહેવું એમ છે કે એણે બીજા પ્રયત્નમાં આ પરીક્ષા પાસ કરી છે. પહેલી વખતે જયારે ૨૦૧૮માં એણે આર.જે.એસની પરીક્ષા આપી હતી ત્યારે માત્ર ૩ માર્ક્સથી પાસ થતા રહી ગયા હતાં. એ વખતે એણે હિંમત હાર્યા વગર પોતાના પ્રયત્ન સતત ચાલુ રાખ્યા હતા જેના પરિણામ સ્વરૂપ ગત વર્ષે ડીસેમ્બરના મહિનામાં ન્યાયાધીશ બનવાની પરીક્ષા પાસ કરી.

સોનલના પિતા શ્રી ખ્યાલીલાલ શર્માનું કહેવું છે કે આ બધું જ ગાય માતાની સેવા કરવાથી પ્રાપ્ત થયેલું ફળ છે. જેટલી ઈમાનદારીથી સોનલ ભણી છે એટલી જ ઈમાનદારીથી જજ બનીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરે તેવી એમની આશા છે.

આ તકે એનીમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ સોનલ શર્મા જેવા ભારતના આવા અદ્ભૂત ભવિષ્યને તેમજ તેના માતા પિતાને ખુબ અભિનંદન પાઠવ્યા છે.