રાજકોટ અગ્નિકાંડ જેવા બનાવો રોકવા અને તેના માટે સાતત્યપૂર્ણ અને નિરંતર ઉપાયો

ઈમ્પેક્ટ ફી કાયદાથી બિનઅધિકૃત બાંધકામ કરનારાઓને પ્રોત્સાહન.લોકાભિમુખ માર્ગદર્શન – એચ.એસ. પટેલ IAS (નિ.)

તાજેતરની રાજકોટની ગેમઝોનમાં લાગેલી આગ અને ૨૮ વ્યક્તિઓના ભડથુ સ્વરૂપે થયેલ મોત ખુબ જ આઘાતજનક અને દુખદ ઘટના છે. થોડા સમય પહેલાં સુરતમાં તક્ષશિલામાં થયેલ આગમાં વિદ્યાર્થીઓના મોત – હરણી બોટ દુર્ઘટના જેવા બનાવો માનવ સર્જીત (Man Made) ગણાય છે. આ અગાઉ દિલ્હીમાં ઉપહાર સીનેમા તેમજ તામીલનાડુમાં શૈક્ષણિક સંસ્થાઓની ઘટના બાદ કાયમી ધોરણે નિવારાત્મક (Preventive) પગલાં પર્યાપ્ત સ્વરૂપે લેવાયા નથી તે સ્વીકારવું પડે, કુદરતી આફતો, વાવાઝોડું, ધરતીકંપ, પુર જેવી સ્થિતિ કાબુ બહારની કેટેગરીમાં આવે છે. જ્યારે માનવ સર્જીત આફત / અકસ્માતો સલામતી / સાવચેતી નિયમોના પાલન સાથે નિવારી શકાય તેમ છે. સંસ્થાકીય અને વહિવટી રીતે જોવામાં આવે તો અગાઉ દુષ્કાળ, વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં સબંધિત વહિવટી વિભાગો મહેસુલ, પંચાયત, કૃષિ, માર્ગ અને મકાન જેવા વિભાગો જે સ્થિતિ ઉપસ્થિત થાય તે અંગે કામગીરી કરતા, હવે ઔદ્યોગિકરણ, શહેરીકરણ, વિવિધ ઉપકરણોને કારણે અકસ્માતોના સ્વરૂપમાં બદલાવ આવ્યો છે. આગની સ્થિતિમાં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં મહાનગર પાલિકાઓમાં જીપીએમસી એક્ટ લાગુ પડે છે અને નગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપાલિટી એક્ટ અમલમાં છે તેજ રીતે ગુજરાતમાં કચ્છના ભુકંપ બાદ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ Governing Act તરીકે અમલમાં છે. મહાનગરપાલિકા / નગરપાલિકા અધિનિયમમાં ફાયરબિગ્રેડ માટે કાનુની વ્યવસ્થા છે અને તે Mandatory સ્વરૂપે નિભાવવાની જોગવાઈઓ છે.

રાજકોટના ગેમઝોનમાં જે આગ લાગી તેનું પ્રાથમિક વિશ્લેષણ કરતા અહેવાલો પ્રાપ્ત થયા છે અને આ બનાવ બાદ રાજ્ય સરકારે જુદી જુદી એજન્સીઓને તપાસ સુપ્રત કરી છે. જેમાં ફોજદારી કાર્યવાહી સ્વરૂપે SIT ની રચના, ખાતાકીય તપાસ વિગેરે આ અંગે જે જવાબદારો હશે તેની સામે કાનુની સ્વરૂપે કાર્યવાહી થશે પરંતું લાંબાગાળાના ઉપાયો સ્વરૂપે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના દિશાનિર્દેશો બાદ Fire and Safety Regulations ઘડવામાં આવ્યા છે અને તેનું અમલીકરણ તે મોટા પ્રશ્નાર્થ છે અને તેના કારણે જ રાજકોટ / સુરતના તક્ષશિલા જેવા આગની ઘટનાઓ બને છે. રાજકોટમાં નાનામવા વિસ્તારમાં જે ગેમઝોન ચાલતો હતો તેમાં અહેવાલ છે તે મુજબ જીપીએમસી એક્ટમાં જોગવાઈઓ મુજબ કે પ્રવર્તમાન જીડીસીઆર પ્રમાણે બાંધકામની પરવાનગી મેળવેલ નથી, જો બાંધકામ પરવાનગી જ મેળવેલ ન હોય અને હંગામી Structure ઉભું કરવાનું હોય તો પણ પરવાનગીની જરૂર છે અને જો આ મેળવેલ ન હોય તો Provisional Fire NOC પણ કઈ રીતે આપી શકાય, કારણકે બાંધકામના નિયમો પ્રમાણે પ્લાન રજુ કરવા પડે અને હવે લાયસન્સ આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જીનીયરના પ્રમાણપત્રોની જરૂર હોય છે. આ કિસ્સામાં જે હેતુમાટે ગેમીંગઝોન માટે જે જે Activity સામેલ કરવામાં આવે તે માટે પોલીસી કમિશ્નરનું Performance License લેવાનું હોય છે તે પણ પોલીસ વિભાગે શરતોને આધીન આપી દીધેલ છે. આમ આ કિસ્સામાં સૌથી અગત્યની ભુમિકા રાજકોટ મહાનગરપાલીકા વિભાગના ટાઉન પ્લાનીંગ અને ફાયર બિગ્રેડ અને પોલીસ વિભાગની છે. પરંતું મ્યુનિસિપલ કમિશ્નર મહાનગરપાલિકાના વહિવટી વડા છે. પરંતું તેઓની નીચેના ખાતાના વડા તરીકે ટાઉનપ્લાનીંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સીધા જવાબદાર છે. આમ તો મહેસુલ વિભાગે પણ આ જમીન બિનખેતીવિષયક હેતુ માટે પરવાનગી આપી છે કે કેમ અથવા આપી હોય તો કયા હેતુ માટે અને સમયમર્યાદામાં ઉપયોગ થયો છે કે કેમ અને હેતુફેર કરાવવામાં આવેલ કે કેમ તે પણ અગત્યનું છે. 

ઉપર્યુક્ત પૂર્વભુમિકા ફક્ત જે રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ થયો તેના પ્રાથમિક કારણો છે દરેક બનાવોના આચરણ અને અકસ્માત થાય, ત્યારબાદ દરેક તંત્ર Actionમાં આવે છે અને Postmortem થાય છે. પરંતું લાંબાગાળાના ઉપાયો જરૂરી છે. ગત માસમાં હું યુ.કે. લંડનમાં ટુંકાગાળાના પ્રવાસે ગયો હતો અને આપણે મોટાભાગના કાયદાઓ જમીન હોય કે બાંધકામ, નગરપાલિકાઓ સહિત આપણે બ્રિટીશ શાસન વ્યવસ્થાના કાયદાનું અનુસરણ કર્યું છે. પરંતું અમલીકરણ કરેલ નથી. લંડનની થેમ્સ (Thames) નદી ઉપર લંડન Eye વિશ્વનો સૌથી મોટો ચકડોળ સ્વરૂપે Structure છે. અમોએ નિરિક્ષણ કર્યું કે તેની સલામતીની જોગવાઈઓ કાયદાનું પાલન વિગેરે બાબતમાં જરાપણ બાંધછોડ નહિ તેજ રીતે વર્ષો જુના Thames નદી ઉપરના Bridge નું નિરિક્ષણ કરીએ તો જે સ્વરૂપે Maintenance અને બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં આજ સુધી અમદાવાદના હાટકેશ્વર પુલ જેવી ઘટનાઓ બની નથી. બ્રિટીશ શાશન વ્યવસ્થા દરમ્યાન નિર્માણ પામેલ ભરૂચનો આપણો ગોલ્ડન બ્રીજ ૧૫૦ વર્ષ થયા પણ આજે પણ 

Structure Point of View અડીખમ છે. આપણે ત્યાં ‘ચાલશે’ અને નિયમોની અવગણના કાયદાઓનું શાસન Rule of Law તે મોટો પ્રશ્નાર્થ છે. બાંધાકમના નિયમોમાં ફક્ત બાંધકામ પરવાનગી પર્યાપ્ત નથી. બાંધકામ બાદ પી.સી. સી.સી., ઓ.સી. જેવા અગત્યના તબક્કા છે. હવે Fire Safety Regulations ને કારણે જ્યાં સુધી ફાયર Fighting વ્યવસ્થા આયોજન તેમજ Installation, Commissioning ન થાય ત્યાં સુધી વસવાટ પ્રમાણપત્ર (O.C.) ન આપવાની જોગવાઈ છે તેજ સાથે Usage કરવા પાત્ર નથી અને ગટર, પાણીના જોડાણ આપી શકાતા નથી. કોઈપણ સંજોગોમાં તમામ સ્વરૂપે બાંધકામનું Completion ન થાય ત્યાં સુધી – સીસી અને O.C. l આપવાની જોગવાઈઓ છે. પરંતું સ્થળે વાસ્તવિક સ્થિતિમાં એકવાર O.C. મેળવ્યા બાદ પાછળથી અનઅધિકૃત બાંધકામ અથવા Structure ઉભા કરી દેવામાં આવે છે અને સરકાર શહેરી વિકાસ વિભાગે Impact Fee વસુલ કરવાનો કાયદો લાવીને બિનઅધિકૃત બાંધકામ નિયમબદ્ધ કરવાની જોગવાઈ લાવવામાં આવી છે. જેથી બિનઅધિકૃત બાંધકામ કરનારાઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી, અને હવે તો એવી સ્થિતિ છે કે Impact Fee હેઠળ કોઈ બાંધકામ નિયમબદ્ધ કરવા આગળ આવતું નથી કારણકે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. ઘણીવાર એવું પણ બને છે કે જીપીએમસી એક્ટની જોગવાઈ પ્રમાણે કલમ-૨૬૦ પ્રમાણે નોટીસ આપવામાં આવે છે પરંતું બાંધકામ તોડવાની કે દુર કરવાની કાર્યવાહી થતી નથી અને Pick and Choose ની કાર્યવાહી થાય છે. આમાં મોટા ભાગે રાજકીય હસ્તક્ષેપ પણ જોવા મળે છે જેથી કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. જેમ રાજકોટના કિસ્સામાં પણ બાંધકામ કર્યા બાદ Impact Fee હેઠળ નિયમબદ્ધ કરવાની ચાલ હતી. 

પ્રવર્તમાન મહાનગરપાલિકા / નગરપાલીકાઓ કે વહિવટીતંત્ર પાસે જે પ્રકારના બાંધકામ / Establishment સંસ્થાનો આવેલ છે તેની સામે પર્યાપ્ત પ્રકારનો સ્ટાફ નથી અથવા તો વ્યવસ્થાતંત્ર નથી. એકવાર Fire NOC આપ્યા બાદ પણ નિયમિત સ્વરૂપે જે Monitoring થવું જોઈએ તે થતું નથી. અને જુદાજુદા ઉદ્યોગો, વ્યવસાયોમાં આગ લાગવાની Vulnerability identify કરવી જરૂરી છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીસીટીમાં Short Circuit થાય છે તેમાં Contracted Load કરતાં Connected Load  વધારે હોય છે. જેથી ઈલેક્ટ્રીસીટીના ઉપકરણો, વિજવિતરણનું Networked આ બધી બાબતોને કારણે Short Circuitના બનાવો બનતાં આગ લાગે છે. મોટા ભાગે મોટા મૉલ, હાસ્પિટલો, ઉદ્યોગોમાં ઈલેક્ટ્રીીસીટીના સલામતીના (Supply Code) નિયમોનું પાલન ખુજ બ જરૂરી છે. પ્રવર્તમાન બાંધકામનો વ્યાપ અને ફાયર સેફ્ટીની સલામતી માટે નિયમિત Monitoring થાય તે માટે ટાઉનપ્લાનીંગ અને ફાયરનો પર્યાપ્ત સ્ટાફ પણ જરૂરી છે. આમ સર્વગ્રાહી પગલાં લેવાય તો જ રાજકોટ જેવા બનાવોનું પુનરાવર્તન અટકાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *