તંત્રએ મિલ્કત જપ્ત કરી હોવાથી સ્થાનિકોમાં ફફડાટ
વેરાવળ નગર પાલિકા દ્વારા વેરો ન ભરનાર વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વેરાવળ પ્રભાસ પાટણ પાલિકાની ઝુંબેશ દરમ્યાન બાકી રહેતી કરવેરાની રકમ ભરવા સૂચના અપાઈ હતી. તેમ છતાં વેરાની રકમ ભરપાઈ ન કરતા 16 મિલકત જપ્ત કરવામાં આવી હતી. નાણાં ન ભરનાર પરમાર જશોદાબેનના રૂ.28,308, કોટક કમલેશ રૂ.64,929, ઝવેરી મનસુખલાલ રૂ.3,93,587, બાલમુકુંદ ટ્રાન્સપોર્ટ રૂ.72,942, વ્યાસ જયેશભાઈ રૂ.63,158, મલેક હુસેન ગની રૂ.21,000, સોરઠીયા રફીક ઇબ્રાહિમ રૂ.70,064, પાબરી શારદાબેન રૂ.63798, સોરઠીયા ઓસમાણ રૂ.70064, સોરઠીયા કાસમ રૂ.70064, સંવારડા પ્રવિણાબેન રૂ.32230, બ્રહ્મકુંડ મહાદેવ મંદિર ભો.ચામુંડા એન્જી. રૂ.15,941, વેરાવળ મહાજન પાંજરાપોળ ભો.પંજા આમદકા રૂ.16,607, મેમણ ખેરુન આસિફભાઈ રૂ.5,981, સલગાવડકર એન્ડ કુ. રૂ.73,887, ચાવડા દેવસી રૂ.64,442ની રકમ બાકી હોવાથી જપ્તી વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં અભિયાન ચલાવવામાં આવશે તથા નળ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આમ બાકી રહેલા નાણાંની ભરપાઈ ન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાના પગલે શહેરમાં ભારે ચર્ચા જાગી હતી.