ભાણવડ વિસ્તારમાં 3 ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે એક ટેંકર મારફતે બાયોડિઝલનું વેચાણ કરતા હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા માટે સરકાર દ્વારા નિયમ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટના કોઈ પણ ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર નારણભાઈ કાનાભાઈ લગારીયા, ભરતભાઇ સામતભાઈ ખોડભાયા તથા ભાવેશભાઈ ડાડુભાઈ વશરાના દ્વારા બેદરકારી પૂર્વક ટેંકરમાં 2050 લીટર બાયોડિઝલનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કર્યો હતો
પોલીસે રૂપિયા ૧૨૩૦૦૦નું બાયોડીઝલ અને દોઢ લાખના વાહન સહીત રૂપિયા ૨,૭૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી, ત્રણેય શખસ સામે આવસ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩(૨)ડી,૭ તથા IPC કલમ ૨૮૫,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકા જિલ્લાપંચાયતમાં તમામ પદાધિકારીઓ મહિલા
- ભાજપના રિદ્ધિબા જાડેજા ઉપપ્રમુખ બન્યા | ભાજપના 12 અને કોંગ્રેસના 10 મળીને તમામ 22 સભ્યો હાજર રહ્યાં
- કારોબારી ચેરમેન લાભુબેન ચાવડા, શાસક પક્ષના નેતા રેખાબેન પિંડારીયા, દંડક તરીકે રમાબેન સુમણિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજીબેન વિરાભાઈ મોરીની મંગળવારે બિનહરીફ વરણી થઇ હતી. દ્વારકા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી રિદ્ધિબા શક્તિસિંહ જાડેજા અને કોંગ્રેસમાંથી વેજીબેન એભાભાઈ કરમુરે ઉમેદવારી નોંધાવતા બુધવારે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્ર મીના, ડીડીઓ જાડેજાની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના 22 માંથી 12 ભાજપ અને 10 કોંગ્રેસના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
ભાજપની બહુમતીના કારણે ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાનો વિજય થયો હતો. દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે લાભુબેન જગાભાઈ ચાવડા, સાશક પક્ષના નેતા તરીકે રેખાબેન પ્રતાપભાઈ પિંડારીયા અને દંડક નેતા તરીકે રમાબેન લુણાભા સુમણિયાના નામ જાહેર કરવામાં આવતા દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ માટે તમામ મહિલા હોદ્દેદારો રહેશે.
ખંભાળિયા તા.પં.ના પ્રમુખ રામદેભાઈ અને ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહની વરણી
ખંભાળીયા તાલુકા પંચાયત કચેરીમાં બુધવારે ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. કુલ 24 માંથી 13 ભાજપ, 9 કોંગ્રેસ, 1 આમ આદમી પાર્ટી અને 1 બેઠક અપક્ષને મળી હોય ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી ફોટ બેઠક પરથી પ્રથમ વખત વિજેતા રામદેભાઈ પબાભાઈ કરમુરને પ્રમુખનો તાજ મળ્યો હતો. ઉપપ્રમુખ તરીકે ત્રીજી વખત ચૂંટાઈને આવેલા વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા વિજેતા થયા હતા. કારોબારી ચેરમેન તરીકે રસિકભાઈ લાલજીભાઈ નકુમ, શાસક પક્ષના નેતા તરીકે ભાનુબેન દેવજીભાઈ કછટિયા અને દંડક તરીકે ભાવસંગ જાડેજાના નામ પક્ષ દ્વારા જાહેર કરાયા હતા.