સાઉથની ફિલ્મ વેટ્ટૈયનનું અમિતાભ બચ્ચનનું લુક શેર કરવામાં આવ્યું

પીઢ અભિનેતા આ ફિલ્મમાં રજનીકાન્ત સાથે જોવા મળવાનો છે.

ટીડે જ્ઞાનવેલના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ વેટ્ટૈયનમાં મુખ્ય ભૂમિકા રજનીકાન્ત નિભાવી રહ્યો છે, જ્યારે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળવાનો છે. હવે ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનું અમિતાભ બચ્ચનના લુકનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યુ ંછે તેમજ એક પ્રોમો પણ દર્શાવામાં આવ્યો છે જેમાં અમિતાભ બચ્ચન સત્યદેવના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ૧૦ ઓકટબરના રોજ રિલીઝ કરવામાં આવશે. નિર્માતાએ શેર કરેલા વીડિયોમાં અમિતાભ પોતાના મિત્ર અને કો-સ્ટાર રજનીકાન્ત સાથે વાતચીત કરી રહેલો  જોવા મળે છે. નિર્માતાએએ  વીડિયો શેર કરતાં લખ્યું છે કે, વેટ્ટૈયનના પાવરહાઉસને મળો. શ્રી બચ્ચનને સત્યદેવના રોલમાં જોઇ શકો છો. તેમના અદભૂતપૂર્વ અભિનયને જોવા તૈયાર થઇ જશો. ભૂતકાળમાં અમિતાભ અને રજનીકાન્તે અંધા કાનૂન, ગિરફતાર અને હમ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હવે આ જોડી ૩૩ વરસ પછી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળવાની છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *