અભિનેતા પરવીન દાબાસને ગંભીર કાર અકસ્માત નડયો

પત્ની- અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીએ પતિ આઇસીયુમાં હોવાનું જણાવ્યું

અભિનેતા પરવીન ડબ્બાસ કાર અકસ્માતમાં  ગંભીર રીતે ઘાયલ થતાં તેને મુંબઇની બાંદરાની હોસ્પિટલમા ંદાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની આઇસીયુંમાં સારવાર થઇ રહી છે. અભિનેતાની પત્ની અને અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની હાલ તેની સાથે હોસ્પિટલમાં જ તેની પડખે ઊભી છે. ઘટના વખતે અભિનેતા પોતે જ કાર ચલાવી રહ્યો હતો. શનિવારે સવારે પરવીનની કારને અકસ્માત થયો હતો. સોશિયલ મીડિયાના એક પોર્ટલે જણાવ્યું હતુ ંકે, પરિવારે એક ઓફિશિયલ નિવેદન દ્વારા જણાવ્યું છે કે અમારી આ કટોકટીના દિવસોમાં અમારી પ્રાઇવસી જળવાઇ રહે એ બાબતોનું ધ્યાન કરશો. 

પરિવારે એમ પણ જણાવ્યું હતું કે,અમને જણાવતાં દુઃખ થઇ રહ્યું છે કે, પ્રો પાંજા-લીગના સહ-સંસ્થાપક પરવીન ડબ્બાસનો શનિવારે સવારે એક કાર અકસ્માત થયો છે અને તેમની સ્થિતિ નાજુક  છે. તેમને બાંદરાની હોલી ફેમિલી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. પરવીન અબ્બાસે કોમેડી ફિલ્મ ખોસલા કા ઘોસલમાં કામ કર્યુ હતું તેમજ રાગિની એમએમએસ ટુ, ઇન્દુ સરકાર, માઇ નેમ ઇઝ ખાન જેવી ફિલ્મમાં જોવા મળ્યો છે. તેણે શોભિતા ધુલીપાલા સાથે અમેઝોન પ્રાઇમ વીડિયો સીરીઝ મેડઇન હેવનમાં પણ કામ કર્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *