આધેડ વ્યક્તિ ‘ટાસ્ક ફ્રોડ’માં 27.70 લાખની રકમ ગુમાવી

મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં ૪૭ વર્ષના એક આધેડ વ્યક્તિને પાર્ટ ટાઇમ જોબ મેળવવાનો પ્રયાસ ભારે પડી ગયો હતો. આ પ્રયાસમાં તેઓ ઓનલાઇન ફ્રોડસ્ટરોના જાળમાં ફસાઇ ગયા હતા અને ટાસ્ક ફ્રોડનો ભોગ બની ૨૭.૭૦ લાખની રકમ ગુમાવી બેઠા હતા.

આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભોગ બનનાર આધેડને ફ્રોડસ્ટરોએ વોટસએપ ગુ્રપના માધ્યમથી સંપર્ક કર્યો હતો. તેમને જણાવવામાં આવ્યું હતું કે એક યુ- ટયુબ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ તેમને અમૂક ‘ટાસ્ક’ સફળતા પૂર્વક પુરા કરવાના રહેશે. જો તેઓ આ કાર્ય પૂર્ણ કરશે તો તેમને ઉંચુ વળતર ચૂકવવામાં આવશે.
શરૃઆતમાં ભોગ બનનારનો વિશ્વાસ કેળવવા ફ્રોડસ્ટરોએ તેને અમૂક રકમ પણ આપી હતી. આ રીતે શિકાર જાળમાં ફસાઇ રહ્યો છે તે જોઇ ફ્રોડસ્ટરોએ જો તે અમૂક રકમનું રોકાણ કરશે તો આનાથી પણ ઉંચુ વળતર મેળવી શકશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ આધેડ વ્યક્તિએ તેના વિવિધ બેંક એકાઉન્ટમાંથી ફ્રોડસ્ટરોએ જણાવેલ ખાતામાં ૨૭.૭૦ લાખની રકમ જમા કરાવી હતી.

આ ઘટના બાદ ભોગ બનનાર આધેડને છેતરાયા હોવાની લાગણી થતા તેમણે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતા સાયબર પોલીસે આઇપીસી અને આઇટી એકટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૃ કરી છે.
પરંતુ વળતર મળવાનું બંધ થતા અને કંપનીના માલિકો દ્વારા યોગ્ય જવાબ ન મળતા તેણે એફઆઈઆર નોંધાવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ફરિયાદી સિવાય અંદાજે અન્ય ૧૩ જણ સાથે પમ આ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવામાં આવી છે.

આ મામલામાં હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.

પોલીસે કલમ ૪૨૦, ૪૦૬ હેઠળ એફઆઈઆર નોંધી છે.