જૂલાઈના રોજ જૂથનીબિલ્ટ એન્વાર્યમેન્ટ સહિતના મુદ્દા ઉપર સમિટ મળશે

ઉપરાંત શહેરી વિકાસમાં મહિલાઓ,યુવાનો અને બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા તેમજ વૈશ્વિક શહેરી માળખા,પ્રદૂષિત પાણી અને ઘનકચરાને લગતી બાબતમાં,પર્યાવરણની સાથે ડેટા વર્ક જેવા મુખ્ય વિષય સાથે મહાત્મા મંદિર ખાતે અલગ અલગ સત્ર દરમિયાન બેઠકમાં ચર્ચા કરશે.શહેરના મેયર કિરીટ પરમારે કહયુ,૭ જૂલાઈએ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આવાસ અને શહેરી બાબતોના રાજયકક્ષાના મંત્રી કૌશલ કિશોર દ્વારા મેયરલ સમિટનો આરંભ કરાવાશે.સમિટ દરમિયાન પ્રતિનિધિઓ ગિફટ સિટીની મુલાકાત લેશે અમદાવાદમાં હેરીટેજ વોક દ્વારા શહેરના હેરીટેજ મોન્યુમેન્ટસની પણ મુલાકાત લેશે.ઉપરાંત સાબરમતી આશ્રમ,સાબરમતી રિવરફ્રન્ટ સહિતના સ્થળની મુલાકાત લેવાની સાથે ગુજરાતી ભોજનનો આસ્વાદ માણશે.