વેગ્નર વિદ્રોહથી લ્યુકાશેન્કોને સૌથી વધુ લાભ મળી રહ્યો

રાજકીય શતરંજના અઠંગ ખેલાડી એલેકઝાન્ડર લ્યુકાશેકોને રશિયન પ્રેસ સતત બિરદાવી રહ્યું છે. છેલ્લાં વીશ વર્ષથી બેલારૂસમાં સર્વસત્તા ભોગવી રહેલા આ સરમુખત્યારને વેગ્નર વિદ્રોહથી સૌથી વધુ લાભ થયો છે. રશિયામાં ઇલેક્ટ્રોનિક મિડીયા સહિત તમામ મિડિયાએ યેવગેની પ્રિગોઝિનથી કેમ્બલીન કૂચ અટકાવવા માટે આ મૂછાળા નેતાને હીરો ઑફ રશિયા કહી પ્રચાર માધ્યમો બિરદાવી રહ્યાં છે.

સામાન્યત: ક્રેમ્લીન માટે ખાટી-મીઠી વાતોનુસાર નેતા વ્લાડીમીર સોલવીવોએ કહ્યું હતું કે તેઓની મંત્રણા માટેની મેઘા, અને શાણપણ ને ઑવર એસ્ટીમેટ કરી શકાય તેમ જ નથી. જ્યારે બેલારૂસનાં મિડીયાએ તો તેઓને એક મહાન વિચારક પણ કહ્યા છે. તેઓની તુલના તેમણે મોસ્કોને બચાવનાર બેલારૂસના મહાન નેતાઓ ઇવાન સુસાનિન કુઝલા મિનિત પ્રિન્સ પોઝાર્સ્કી અને માર્શલ ઝૂકોવ સાથે કરી છે.

તે સર્વવિદિત છે કે વેગ્નર-ગુ્રપના સૈનિકો જ્યારે મોસ્કોથી આશરે ૨૦૦ માઈલ જેટલા જ દૂર હતા તે સામે પ્રેસિડેન્ટ પૂતિન પણ એટલા જ મક્કમ હતા; અને તેઓ મોસ્કો નિવાસીઓને પણ તેટલા જ મક્કમ રહેવાનો આદેશ આપતાં પોતાની સેનાને તથા સંભવત- એર ફોર્સને પણ પ્રિગોઝિનની સેના સામે કાર્યરત કરવા વિચારી રહ્યા હોવાનું માનવામાં આવતું હતું. તેવે સમયે બેલારૂસના પ્રમુખ લ્યુકાશેન્કોએ મધ્યસ્થી કરી ભયાનક રક્તપાત નિવાર્યો છે તે નક્કર વાસ્તવિકતા છે. એમ પણ કહેવાય છે કે પ્રિગોઝિને અત્યારે બેલારૂસનાં પાટનગર મિન્રહુમાં આશ્રય લીધો છે તે જે હોય તે પરંતુ એકવાત નિશ્ચિત છે કે કદાવર લ્યુકાશેન્કોનું કદ હવે રશિયામાં પણ વધી ગયું છે.