મહારાષ્ટ્રના બદલાપુર ઈસ્ટમાં રહેતી હેમાબેન ભંડારી પાર્ટનરશીપમાં પાર્લરની દુકાન ચલાવે છે. ગત 21મી તારીખે હિમાબેન તેમના દીકરા સાથે દાદર રેલવે સ્ટેશનથી દાદર એકતા નગર એક્સપ્રેસના કોચ નંબર એકમાં બેસી વડોદરા આવવા માટે નીકળ્યા હતા મુસાફરી દરમિયાન સુરત આવતા તેઓ સૂઈ ગયા હતા વહેલી સવારે 5:00 વાગે તેઓ જાગી જતા તેમને જોયું તો તેમના પાસેનું લેડીઝ પર્સ ગુમ હતું જે પર્સમાં બે તોલાનું મંગળસૂત્ર એક મોબાઇલ ફોન, રોકડા 10,000, 6 ATM કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, ટુ વ્હીલરની આરસીબુક હતા .

જ્યારે અન્ય એક બનાવમાં વલસાડ હરિઓમ સોસાયટીમાં રહેતા અને કેત્રિંગનો વ્યવસાય કરતા તારાચંદ ચુનીલાલજી પ્રજાપતિ 19મી તારીખે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસી પત્ની સાથે આવતા હતા વડોદરા રેલવે સ્ટેશન આવતા તેમને જોયું તો તેમના પત્નીનું પર્સ ચોરાઇ ગયું હતું. જે પર્સમાં એક મોબાઇલ ફોન પાનકાર્ડ આધારકાર્ડ ચૂંટણીકાર્ડ મળી કુલ 18 હજાર રૂપિયાની મળતા હતી. બંને બનાવો અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે