હીરાબા એ કોરોનાની રસીનો પહેલો ડોજ લીધો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ આજે કોરોના ની રસી નો પહેલો ડોઝ લીધો છે. જેની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે અને દરેક નાગરીકોને કોરોના ની રસી લેવા માટે અપીલ કરી છે.

નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે મને જણાવતા આનંદ થાય છે કે મારી માતાએ આજે કોવીડ 19 ની રસી લીધી છે હું દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે આમાંથી પ્રેરણા લઇ અને બીજાને રસી મુકાવવા માટે પ્રેરણા આપે. મળતી વિગતો મુજબ હીરાબા એ તેમના નિવાસસ્થાન નજીક આવેલા હેલ્થ સેન્ટર રાયસણ ખાતે રસી લીધા ની પ્રાથમિક વિગતો મળી રહી છે તેમની તબિયત ખૂબ સારી હોવાનુ નિકટતા સૂત્રો જણાવી રહ્યા છે.

By admin