પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ કર્યુ મતદાન

પોરબંદર તા.૨૮, પોરબંદર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.એન. મોદીએ પોરબંદર ખાતે મતદાન મથક યાજ્ઞવલ્કય સ્કૂલ જુરીબાગ મથક ખાતે મતદાન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મતદારો ઉત્સાહપુર્ણ મતદાન કરી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન. મોદીએ પણ આજે સવારે મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી.