ગુજરાતની 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસના કારમાં પરાજય પાછળ કોણ જવાબદાર છે તે અંગે પક્ષના નેતા સારી રીતે જાણે છે. છતાં તેમની પાસે કોઈ ઉપાય નથી. કોંગ્રેસની મજબૂરી તેમાં દેખાય છે. પ્રજા પરિવર્તન કરવા માંગે છે એ સુરત મહાનગર સ્પષ્ટ રીતે કહે છે. પણ કોંગ્રેસના નેતા પરિવર્તન કરવા માગતા ન હોય એવા નિર્ણય લીધા છે.

કોંગ્રેસમાં સૌથી વધુ કોઈ જવાબદાર હોય તો તે ટિકિટો આપવામાં તેમનો મહત્વનો ફાળો છે એવા નેતાઓ કે કોઓર્ડિનેશન સમિતિ છે. જેમણે ઉમેદવારો નક્કી કરીને કોંગ્રેસનું ભાવિ નક્કી કર્યું છે.

કો-ઓર્ડિનેશન કમિટી : લોકસભાની 2019ની ચૂંટણીમાં 36 સભ્યોની કોઓર્ડિનેશન સમિતિમાં રાજીવ સાતવને ચેરમેન,  પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ હતા. કોર્ડિનેશન સમિતિ 20 વર્ષથી એની એજ છે.

સમિતિઓની રચના

કોંગ્રેસની મોટી ભૂલ આ નિયુક્તિ હતી.

બે ટર્મથી ભરત સોલંકી : ભરત સોલંકી બે ટર્મ સુધી પ્રદેશ પ્રમુખ હતી. ત્યાર બાદ તેમના સેડો પ્રમુખ અને કજીન અમિત ચાવડા બન્યા ત્યારે પણ ભરત સોલંકી પાછળથી કોંગ્રેસના નિર્ણય અને ટિકિટો ફાળવતાં હતા. આમ 3 ટર્મ સુધી ભરત સોલંકીનો કબજો પક્ષ પર છે.

સ્ટાર પ્રચારકોની યાદી ફોટો કોપી : કોંગ્રેસના સ્ટાર પ્રચારકો જાહેર કરાયા ત્યારે તે અગાઉના સ્ટાર પ્રચારકોની ફોટો કોપી મૂકી દેવામાં આવી હોય એવા નેતાઓ હતા. અર્જુંન મોઢવાડિયાને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવી દેવાયા હતા. પક્ષે આ યાદીમાં નવા નેતાઓના નામો રજૂ કર્યા ન હતા. જયરાજસિંહ પરમાર અને હાર્દિક પટેલ જેવા નેતાઓ પ્રચારમાં જતાં હતા. તેઓ 70થી 100 સભાઓ શહેરોમાં કરી ચૂક્યા હતા. અર્જુન મોઢવાડિયા તેવા નેતાઓની માંગ હતી. પણ ભરત સોલંકીને પ્રચાર સભામાં કોઈ બોલાવતું ન હતું. તેઓ જવા પણ માંગતા ન હતા. તેમણે બે મહાનગરોમાં બે ચાર સભા કરી હતી.

હાર્ડકોર જ્ઞાતિવાદી : ધારાસભ્યો અને બે ડઝન નેતાઓને તેમના ઉમેદવારો મૂકીને બાકીના તમામ પોતાના ઉમેદવારો મૂકી દીધા હતા. અમદાવાદમાં 18 વોર્ડમાં ઠાકોર ઉમેદવારો ભરત સોલંકીએ મૂક્યા હતા. અમદાવાદમાં ખરેખર તો બે વોર્ડમાં તેમની બહુમતી છે. છતાં સોલંકી પોતે ઠાકોર હોવાથી ઉમેદવારો પોતાની જ્ઞાતિના મૂકી દીધા. કારણ કે વિરોધ પક્ષના નેતા તરીકે પોતાનો માણસ આવે. ભરત સોલંકી હાર્ડકોર જ્ઞાતિવાદી છે તે આ એક જ નિર્ણયથી તેમણે પ્રસ્થાપિત કરી આપ્યું છે. માધવસિંહ સોલંકીની જેમ. જે બાબત પ્રમુખ અમિત ચાવડાને પસંદ ન હતી. તેમ છતાં તેઓ કંઈ બોલી શકતા ન હતા.

વિરોધ પક્ષના નેતાની શોધ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સરકારો કોંગ્રેસની બને એમાં સોલંકીને જરા પણ રસ ન હતો. તેઓ સત્તા માટે નહીં પણ વિરોધ પક્ષના નેતાની સતત શોધ કરતાં રહેતાં હતા. કારણ કે વિરોધ પક્ષના નેતાઓ તેમને ભરપૂર ભેટો આપે છે. મહેસાણામાં હમણાં પ્રમુખને સસ્પેન્ડ કર્યા તેની સામે ટિકિટોમાં પૈસા લેવા અને ભ્રષ્ટાચારની ફરિયાદો 10 વર્ષથી હતી. છતાં તેમની ભરત સોલંકીએ અનેક વખત બચાવી લીધા હતા. પણ આ વખતે વાત ચહેરાઈ જતાં તેમને કમને સસ્પેન્ડ કરવા પડ્યા છે.

અહેમદ પટેલ જતાં પક્ષ પર કબજો

દિલ્હીના નેતા સોનિયા ગાંધી સાથે સીધા સંબંધો ધરાવનારા અહેમદ પટેલ અને ભરત સોલંકી છે. અહેમદ પટેલ પછી ગુજરાતમાં સોનિયા ગાંધી સાથે વાત કરે એવા એક માત્ર ભરત સોલંકી છે. અહેમદ પટેલનું અવસાન થતાં જ ભરત સોલંકીએ પક્ષ પર ફરી એક વખત કબજો લઈ લીધો છે. તેમણે મનમાની કરી છે. અહેમદ પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી હતી. તેઓ કોંગ્રેસનું ચૂંટણી અને વહિવટી ખર્ચ ગુજરાતમાં ઉઠાવતાં હતા. તેઓ ઉદ્યોગો પાસેથી ફંડ લાવી આપતાં હતા. તેમના અવસાન પછી કોંગ્રેસ પાસે ફંડ ન રહ્યું. પૈસા ખલાસ થઈ ગયા. પક્ષ પાસે પૈસા નથી રહ્યાં.

25 હજાર ફંડ

કોંગ્રેસ દ્વારા મહાનગરના ઉમેદવારોને રૂપિયા 25 હજારનું જ ફંડ આપવામાં આવ્યું હતું. તેની સામે ભાજપે રૂપિયા 10 લાખનું ફંડ આપ્યું હતું. 25 હજારનું ફંડ એક દિવસના નાસ્તામાં ખર્ચાઈ જાય છે. ટિકિટોની વહેંચણી કરતાં ભરત સોલંકીએ ફંડ લાવી આપવું જોઈતું હતું. પણ તેઓ લાવી શક્યા નહીં. લાવી શકે એવા સંબંધો ઉદ્યોગો સાથે તેમના નથી. ભરત સોલંકી નથી પૈસા લાવી શકતા કે નથી કોંગ્રેસ પરનો કબજો છોડતા. પડદા પછળ રહીને તમામ ટિકિટો નક્કી કરવાની સોલંકીએ ખરાબ ભૂમિકા ભજવી હતી. તેઓ કોના ઇશારે આવું કરી રહ્યાં છે. તે બધા જાણે છે. કોગ્રેસના નેતાઓની મિલકતો વધી રહી છે. તેની તપાસ દિલ્હી દ્વારા કરાવવી જોઈએ એવું કાર્યકરો માને છે. મહાનગરમાં ઉમેદવારોએ રૂપિયા 20 લાખનું ખર્ચ કરવું પડ્યું હોય એવા ઘણાં બનાવો છે.

બીજી હરોળ ઊભી ન થવા દીધા

કોંગ્રેસના પીઢ નેતાઓ છેલ્લાં 20 વર્ષથી કબજો જમાવીને બેસી ગયા છે. 1987થી કોંગ્રેસ સતત હારતી આવી છે. બીજી હરોળના નેતાઓને અહેમદ પટેલ અને બીજાઓએ ઊભા થવા દીધા નથી. નવી નેતાગીરીની તંગી કોંગ્રેસમાં છે. જે 12 બાવાઓ કોંગ્રેસને બાવા બનાવી રહ્યાં છે તે વર્ષોથી ચીટકી રહ્યા છે. હિમાંશુ પટેલ, જયરાજસિંહ પરમાર જેવા સેંકડો કાર્યકરો પક્ષનું નેતૃત્વ કરી શકે તેમ છે. તેમ છતાં તેમને આગળ આવવા દીધા નથી. તેથી બીજી હરોળ તૈયાર કરી નથી. ભરત સોલંકીને સંગીત ખુરસી રમવી છે. તેથી યુવાનોને આગળ આવવા દેતા નથી. એના એજ ચહેરા આવે છે. નીતિ વિષયક નિર્ણય લેવામાં બીજા કોઈને સ્થાન નથી. મધુસુદન મિસ્ત્રી જેવા લોકો એનાએજ ગોઠવાઈ જાય છે.

બધાની ગર્લફ્રેન્ડ હારી : ભાજપની જેમ કોંગ્રેસના નેતાઓ પણ પોતાની ગર્લફ્રેંડ રાખે છે. અમદાવાદના મકતમપુરા ભારે મતથી કોંગ્રેસ જીતતી હતી. પણ ગર્લફ્રેન્ડના કારણે ભૂંડી રીતે હારી છે. સખત મહેનત કરનારા કાર્યકરોને ટિકિટ આપવાના બદલે નેતાઓને ગમતી થોડી છોકરીઓને ટિકિટ આપી દીધી હતી. બહેનપણીઓને ટિકિટ આપી દીધી.

કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સરળ વ્યક્તિ છે. તેઓ સરળતાથી લોકોને મળે છે. કોઈ મુશ્લેકીમાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર તેનો સીધો સંપર્ક કરી શકે એવા સરળ તેઓ છે. કદાચ કોંગ્રેસના જેઓ રાજકારણમાં ખોટા આવી ગયા છે. તેમના દાદા ઈશ્વર ચાવડાની જેમ તેઓ સાદાઈમાં માને છે. ગુજરાતના લોકોએ અમિત ચાવડાને સમજવા હોય તો તેમના વતનના ઘરે જવું જોઈએ એવું દરેક કાર્યકરો માને છે. અમિત ચાવડાની ઉપરવટ જઈને ભરત સોલંકીએ ટિકિટ આપી છે. તેમની સરળતાનો ગેરલાભ લઈને ભરત સોલંકીએ હિન્દુઓ જ નહીં મુસ્લિમોને પણ કોંગ્રેસની સામે લાવી દીધા છે. વજીરખાનને હાથ પર લઈ લીધા. માઈનોરીટીમાં અધ્યક્ષ બનાવી દીધા. તેથી કોંગ્રેસે અમદાવાદમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે. અમિત ચાવડા કોંગ્રેસનો ચહેરો બની ન શક્યા. તેઓ શહેરમાં ન ચાલ્યા. તેની પાછળ પોતાના પિતરાઈ જવાબદાર છે.

કાર્યકરો વેઠીયા મજૂર

કોંગ્રેસના ઘણાં નેતાઓ પોતાના કાર્યકરોને વેઠીયા – બોંડેડ લેબર ગણે છે. જેમાં ભરત સોલંકી એક છે. તેમનું કાર્યકરો તરફે રફ વર્તન રહ્યું છે. કાર્યકરો સાથે બોન્ડેડ લોબરની જેમ વર્તન કરે છે. ભરત સોલંકીની હામાં હા ભણે એ રીતે તેમની આસપાસ ચમચાઓનું ટોળું હોય છે. ભાજપની સરમુખત્યાર સરકાર કોંગ્રેસના કાર્યકરોને પરેશાન કરે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ તેમની મદદ કરવા તૈયાર હોતા નથી. તેથી કાર્યકરોએ આ નેતાઓ પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે.

ડેમેજ કંટ્રોલની

કોંગ્રેસ કરતાં ભાજપમાં આંતરિક ડખા વધારે હોય છે. પણ ભાજપની એક ટીમ એવી છે કે જે આવા ડખા થાય ત્યારે ત્યાં પહોંચી જઈને જે નેતા કે કાર્યકરને સમજાવે છે. ડેમેજ કંટ્રોલ કરે છે. કોંગ્રેસમાં આવું નથી. આ ચૂંટણીઓમાં કોંગ્રેસમાં ભારે વિરોધ થયો હતો. તેમ છતાં અનેક સ્થળે કાર્યકરોનો ગુસ્સો શાંત કરવા માટે અમિત ચાવડાએ ક્યાંય ટીમ મોકલી નહીં. દર વખતે આવું થાય છે.

સુરતની હાર માટે ધાનાણી જવાબદાર

જેમાં એપી સેન્ટર તરીકે સુરત હતું. સુરતમાં કોંગ્રેસના નેતાઓએ પાસને 10 ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. તેમાં બે ટિકિટ આપી હતી. તેથી સુરતના યુવાન કાર્યકરો નારાજ થયા હતા. પરેશ ધાનાણીએ તેમાં વિલનનો રોલ ભજવ્યો હતો. પાસના નેતાની ટિકિટ કાપી અને પોતાના માણસને ટિકિટ અપાવી હતી. કારણ કે પાસ આગળ આવે તો હાર્દિક પટેલ આગળ આવે. ગંદુ રાજકારણ રમવાથી સુરતમાં કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પક્ષમાં જતા રહ્યાં અને 28 બેઠક મેળવી. સુરતમાં કોંગ્રેસનું નામોનિશાન વ રહ્યું તેની પાછળ પરેશ ધાનાણી જવાબદાર છે. બાકી બીજા નેતાઓ તુષાર ચૌધરી પણ એટલા જ જવાબદાર છે.  સૌરાષ્ટ્રમાં 14 પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસના છે. તેઓ બધા સુરત સાથે જોડાયેલા છે અને સુરત સૌરાષ્ટ્ર સાથે સીધું જોડાયેલું છે. અમદાવાદ અને ગાંધીનગર કરતાં પણ વધું સારી રીતે સુરત શહેર સૌરાષ્ટ્ર સાથે જોડાયેલું છે. સૌરાષ્ટ્રની રાજધાની સુરત છે. સુરતમાં પાટીદારો નારાજ હતા છતાં કોઈ સમજાવવા માટે પણ ન ગયા. બધા એકબીજા પર ઢોળી દે છે. સુરતના પ્રભારી અને જયરાજસિંહ પણ તે માટે એટલા જ જવાબદાર માનવામાં આવે છે.

રાજીવ સાતવ

ગુજરાતના પ્રભારી કે નિરીક્ષક તરીકે અશોક ગેહલોત હતા ત્યાં સુધી પક્ષમાં ઓછી ગોલમાલ ચાલતી હતી. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્ય પ્રધાન બન્યા અને તેમના સ્થાને રાજીવ સાતવ આવ્યા ત્યારથી કોંગ્રેસે ભારે હારનો સામનો કરવો પડ્યો છે. રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કરતાં પણ ફેઈલ આઈટેમ છે. તેઓ પ્લેનની રિટર્ન ટિકિટ લઈને અમદાવાદના એરપોર્ટ ઉતરીને સર્કિટ હાઉસ પહોંચે છે. જ્યાં મેકઅપ કરીને કોંગ્રેસની કચેરીએ આવે છે. પ્લેનની રીટર્ન ટિકીટ તેના ખિસ્સામાં જ હોય છે અને દેખાડો કરીને તે જતાં રહે છે. રાહુલ ગાંધીની જેમ જ. કોંગ્રેસના રકાસ માટે જેટલા ગુજરાતના એક ડઝન નેતાઓ જવાબદાર છે. તેનાથી વધું જવાબદાર રાજીવ છે. પક્ષમાં ભરત સોલંકીનો ખોફ છે, તે અંગે તેઓ આંખો બંધ કરે છે. આખરે વફાદારી દાખવનારા કાર્યકરો ક્યાં સુધી સહન કરે.

ધારાસભ્યો હુકમનો એક્કો

કોંગ્સેનું માળખું રહ્યું નથી. તે વિખેરી નાંખવામાં આવેલું છે. તે માળખાનું સ્થાન 50 ધારાસભ્યોએ લઈ લીધું છે. આખી પાર્ટી ધારાસભ્યો કહે તેમ કરે છે. જિલ્લાઓ અને શહેરોમાં તેમના થોડા માણસોને ટિકિટ આપીને પક્ષને ખતમ કરે છે. અમદાવાદના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ જેવા ધારાસભ્યોએ દાદાગીરી કરીને ટિકિટો લીધી છે. તેમના દુશ્મનોને હરાવ્યા છે. ધારાસભ્યોએ પક્ષને બાનમાં લીધો છે. સાચા કાર્યકરોને ટિકિટ આપવાના બદલે તેમના ધંધામાં મદદ કરે એવા લોકોને ટિકિટો અપાવી છે.

પ્રદેશ માળખું નથી

કોંગ્રેસનું ગુજરાત પ્રદેશ માળખું જ નથી. પોણા બે વર્ષથી પ્રદેશનું માળખું નથી. 2019ની લોકસભાની હાર બાદ તે વિખેરી નખાયું હતું. પોણા બે વર્ષથી પ્રદેશ કારોબારી જ બનાવી નથી. તો કામ કઈ રીતે કરી શકે. અત્યારના હોદ્દેદારો હંગામી છે. પ્રવક્તાઓ સત્તાવાર નથી. માળખું જ નથી. પ્રદેશ મહામંત્રી, મંત્રી ઉપપ્રમુખ નથી. તેનું સ્થાન ધારાસભ્યોએ લઈ લીધું છે. કોંગ્રેસ કઈ રીતે જીતી શકે. રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં કોઈ માળખું જ બનાવ્યું નથી તે શંકા ઊભી કરે છે.

By admin