પોરબંદરમાં ખારવા સમાજે હાર્બર-2ને લઈને આપેલ બંધના એલાનને જબરો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે તમામ બંદર વિસ્તાર, માછીમાર્કેટ, ડીઝલ પંપ, વિવિધ માછીમાર એસોસિયેશન, ઉદ્યોગો વગેરે જોડાયા છે.

પોરબંદરમાં હાર્બર 2 બનાવવાના કામને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી હોય અને હાર્બર 2 કુછડી ખાતે બનવા જઈ રહ્યું હોવા અંગેનો પત્ર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટને મળ્યો હોવાથી ખારવા સમાજ દ્વારા વધુ એક વખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પંચાયત મઢી ખાતે સમાજના અગ્રણીઓની બેઠક યોજવામાં આવી હતી. અને આજે એટલે કે સોમવારના દિવસે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ ધંધા-રોજગાર બંધ રાખી કલેકટરને ઉગ્ર રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હર્બલ 2 કુછડી નહીં પરંતુ શહેરમાં આવેલ માપલાવાડી ખાડી પાસે બંદર બનાવવામાં આવે તેવી ખારવા સમાજની માંગ હતી. અને બંદર 2 બનાવવાની માંગને લઈને સમસ્ત ખારવા જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. રૂબરૂ મળીને પણ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી. અને મુખ્યમંત્રીએ માછીમારો જે સ્થળે ત્યાં ઈચ્છે ત્યાં બંદર-2 બનાવવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ વધુ એક વખત કુછડી ખાતે બંદર બનવા જઈ રહ્યું હોવાની ચર્ચા વેગવંતી બની છે. જેને લઇને ખારવા સમાજ પણ લાલધૂમ થયો છે. ખારવા સમાજ દ્વારા સોમવારના દિવસે સમગ્ર ધંધા-રોજગાર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હોવાના પગલે સાંસદ પણ તાત્કાલિક ધોરણે ખારવા સમાજની વાડી ખાતે પહોંચી ગયા હતા. અને સમાજના અગ્રણીઓની સાથે બેઠક યોજી હતી. પરંતુ જ્યાં સુધી માપલા વાળી ખાડી ખાતે બંદર બનાવવાની લેખિતમાં ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી ખારવા સમાજ તેમની માંગને લઇને અડગ છે. આજે સોમવારના દિવસે ખારવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ધંધા-રોજગાર લોકોએ બંધ રાખ્યા હતા. અને બંધના એલાનમાં જોડાયા હતા. આમ બંદર 2 બનાવવાના મુદ્દે ખારવા સમાજે આપેલ બંધના એલાનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો

By admin