સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરીને લઈને સુપ્રીમમાં આજે સુનાવણી

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મત ગણતરી એક જ તારીખે કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

હાઇકોર્ટે અરજદારોની અરજી ફગાવ્યા બાદ અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અલગ-અલગ મત ગણતરીથી ચૂંટણી પ્રભાવીત થશે એવી આ અરજીમાં રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન થઇ ચૂકયું છે અને 23 તારીખે મતગણતરી થશે. તે પહેલા સુપ્રીમ કોર્ટ આજે શું વલણ અપ્નાવે છે અને શું નિર્દેશો જારી કરે છે તે મહત્વનું બની શકે છે.

આવતીકાલે મતગણતરી: સવારે 9-00 વાગ્યાથી રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની મતગણતરી શરૂ થશે

રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરના અને સુરત મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી ચૂંટણી બાદ આવતીકાલે સવારે 9-00 વાગ્યાથી રાજ્યના જે તે મહાનગરપાલિકા વિસ્તારમાં મતગણતરીનો પ્રારંભ થશે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનું સાશન છે અને તે જળવાઈ રહેશે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવે છે તો બીજી બાજુ કોંગ્રેસને પણ સત્તા મળવાની આશા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ સુરત, જામનગર, રાજકોટ સહિતની મહાનગરપાલિકામાં પોતાનું ખાતુ ખુલશે તેવા દાવા કરે છે. કોના દાવા સાચા છે અને કોના પોકળ છે તેનો અંદાજ કાલે બપોરે મળી જશે.

રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શ કરવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 45માંથી 40 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ્નું શાસન રહ્યું છે. મતદારો વધુ એક વખત ભાજપ્ને સત્તાના સૂત્રો સોંપે છે કે કેમ ? તેનો જવાબ બપોર સુધીમાં મળી જશે.

રાજકોટ મહાનગરપાલિકાના ઈતિહાસમાં અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષના કે અપક્ષ ઉમેદવારો ચૂંટાયા નથી. આવતીકાલે પરિણામ બાદ અમે સત્તાસ્થાને આવશું તેવા દાવા ભાજપ-કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. તો બીજી બાજુ પ્રથમ વખત તમામ 72 બેઠક પરથી ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પણ પોતાનું ખાતુ ખૂલશે તેવી અપેક્ષા રાખે છે. કોના દાવા સાચા ઠરે છે અને કોના દાવા પોકળ ઠરે છે તેનો જવાબ આવતીકાલે મળી જશે.

આવતીકાલે સવારે 9 વાગ્યાથી માતુશ્રી વિરબાઈમા મહિલા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ, એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટિટયુટ, પી.ડી. માલવિયા કોલેજ અને આનંદનગર મેઈન રોડ પર વાણિયાવાડી નજીક આવેલ રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે.

5,67,001 પુરુષ અને 5,26,970 મહિલા મતદારો મળી કુલ 10,93,991 મતદારોમાંથી 3,09,254 મહિલા અને 2,45,609 પુરુષ સહિત કુલ 5,54,863 મતદારોએ પોતાનો મતાધિકાર ભોગવ્યો છે. કુલ મતદાન 50.72 ટકા થયું છે તેમાં મહિલાઓનું 46.61 અને પુરુષોનું 54.54 ટકા રહ્યું છે.

મત ગણતરી કેન્દ્રમાં મીડિયાને એન્ટ્રી માટે પાસ આપવામાં આવ્યા નથી. ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને ભોજન પેટે ભથ્થું આપી દેવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મત ગણતરી એક જ તારીખે કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. હાઇકોર્ટે અરજદારોની અરજી ફગાવ્યા બાદ અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અલગ-અલગ મત ગણતરીથી ચૂંટણી પ્રભાવીત થશે એવી આ અરજીમાં રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન થઇ ચૂકયું છે અને 23 તારીખે મતગણતરી થશે. તે પહેલા સુપ્રીમ કોર્ટ આજે શું વલણ અપ્નાવે છે અને શું નિર્દેશો જારી કરે છે તે મહત્વનું બની શકે છે.

છેલ્લી કલાકોનું મતદાન ભાજપ્ની તરફેણમાં?
સવારથી મતદાનમાં ટાઢોડું રહ્યું હતું અને તેના કારણે ભાજપનું સમગ્ર તંત્ર જાગી ગયું હતું. બપોરના 12 વાગ્યા સુધીમાં માત્ર 17થી 20 ટકા જેટલું કંગાળ મતદાન રહેતા ભાજપ્ના આગેવાનો અને કાર્યકરો ઘેર-ઘેર ફરી ‘હજુ સુધી મતદાન કેમ કર્યું નથી’ તેમ કહીને મતદારોને બહાર કાઢયા હતા. બપોરે 4-30 વાગ્યાથી મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો અને અનેક મતદાન મથકો પર આખો દિવસ જ્યાં ‘કાગડાં ઉડે’ તેવી સ્થિતિ હતી ત્યાં લાઈનો જોવા મળી હતી. રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ ભાજપે જે મતદારોને ઘરની બહાર મતદાન માટે કાઢયા હતા તે તેના કમિટેડ મતદારો જે હતા અને તેથી છેલ્લી કલાકોમાં મતદાનની ટકાવારીમાં થયેલો વધારો સ્વાભાવિક રીતે જ ભાજપ્ને ફાયદાપ થશે. રાજકોટમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ લોકો બપોરે ઉંઘ કરવા માટે ટેવાયેલા છે અને તેમાં પણ રવિવારે તો આરામ સિવાય બહ ઓછા કામ થતા હોય છે તેવા સંજોગોમાં રવિવારની રજા અને બપોરની ઉંઘનો ભોગ આપીને મતદારો બહાર નીકળ્યા હતા અને સાંજે છેલ્લી કલાકમાં મતદાનની ટકાવારી વધી ગઈ હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.